Not Set/ પાકિસ્તાનને હરાવીને ભારતે તોડ્યો પોતાનો ૧૨ વર્ષ જુનો રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને બુધવારે એશિયા કપ ૨૦૧૮માં ૮ વિકેટથી હરાવ્યું છે. આ મહામુકાબલામાં પાકિસ્તાનના ૧૬૩ રનનો લક્ષ્ય બાકી રહેલા ૧૨૬ બોલમાં હાસિલ કરી લીધો હતો. ભારતની પાકિસ્તાન પર આ સૌથી મોટી જીત છે. આની પહેલા વર્ષ ૨૦૦૬માં ૧૦૫ બાકી બોલમાં ભારત જીત્યું હતું આ સાથે ભારતે ૧૨ વર્ષ જુનો રેકોર્ડ તોડી બતાવ્યો છે. ભારતની પાકિસ્તાન […]

Trending
pakistan પાકિસ્તાનને હરાવીને ભારતે તોડ્યો પોતાનો ૧૨ વર્ષ જુનો રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને બુધવારે એશિયા કપ ૨૦૧૮માં ૮ વિકેટથી હરાવ્યું છે. આ મહામુકાબલામાં પાકિસ્તાનના ૧૬૩ રનનો લક્ષ્ય બાકી રહેલા ૧૨૬ બોલમાં હાસિલ કરી લીધો હતો.

ભારતની પાકિસ્તાન પર આ સૌથી મોટી જીત છે. આની પહેલા વર્ષ ૨૦૦૬માં ૧૦૫ બાકી બોલમાં ભારત જીત્યું હતું આ સાથે ભારતે ૧૨ વર્ષ જુનો રેકોર્ડ તોડી બતાવ્યો છે.

ભારતની પાકિસ્તાન પર મહત્વની જીત

૧૨૬ દુબઈ,૨૦૧૮ (લક્ષ્ય : ૧૬૩)

૧૦૫ મુલ્તાન, ૨૦૦૬ (લક્ષ્ય : ૧૬૨)

૯૩ ટોરેન્ટો, ૧૯૯૭ (લક્ષ્ય : ૧૧૭)

 

ગયા વખતે પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયનની ટ્રોફી જીતી  લીધી હતી, બુધવારે આ વાતનો બદલો ભારતીય ટીમે લીધો હતો. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોચી જાય તો હજુ એક વખત ભારત સામે તેને સામનો કરવો પડશે.

ભારતીય ટીમે માત્ર ૨૯ ઓવરમાં ૨ વિકેટ પર ૧૬૪ રન બનાવીને આ મેચને એકતરફી બનાવવામાં કોઈ કસર છોડી નથી. રોહીત શર્મા (૫૨)અને શિખર ધવન (૪૬)રન કરીને ભારતને જોરદાર શરુઆત અપાવી હતી.  દિનેશ કાર્તિક અને અંબાતી રાયડુએ ૬૦ રન કરીને ભારતને જીત અપાવી હતી.

ભારતની ટુર્નામેન્ટમાં આ લગાતાર બીજી જીત છે. ભારતે પહેલી મેચમાં હોંગકોંગને ૨૬ રનથી હર્યું હતું. પાકિસ્તાને પણ પોતાની પહેલી મેચમાં હોંગકોંગને આઠ વિકેટથી હરાયુ હતું.

આમ ભારતે ગ્રુપ એમાં આગળ રહીને સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે

જ્યાં રવિવારે ફરીથી પાકિસ્તાનનો સામનો કરવો પડશે.