ભારતીય વાયુસેના (IAF) ના મિરાજ ફાઇટર એરક્રાફ્ટનું કથિત રીતે ચોરાયેલું ટાયર મળી આવ્યું છે, ઉત્તર પ્રદેશ પોલીસે આ માહિતી આપી છે કે ટ્રકમાં ટાયરને લખનઉના બક્ષીના તાલાબ એરફોર્સ સ્ટેશનથી રાજસ્થાનના જોધપુર એરબેઝ લઈ જવામાં આવી રહ્યું હતું.
લખનૌ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બે માણસો 4 ડિસેમ્બરે બક્ષીના તાલાબ એરફોર્સ સ્ટેશન પર ટાયર લઈને પહોંચ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓને તે રસ્તા પર મળી આવ્યુ હતું , તેમણે કહ્યું કે તે તેઓ ટ્રકનું ટાયર સમજીને ઘરે લઈ ગયા હતા,એરફોર્સ સ્ટેશને પુષ્ટિ કરી છે કે ટાયર તેમના સપ્લાય ડેપોનું હતું અને તે મિરાજ જેટનું હતું
આ કથિત ચોરી લખનૌના શહીદ પથ વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે મિરાજ-2000 ફાઈટર જેટના નવા ટાયર અને એરફોર્સના અન્ય સાધનોનો માલ બક્ષીના તાલાબ એરફોર્સ સ્ટેશનથી જોધપુર એરબેઝ લઈ જવામાં આવી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચોરી બાદ ટ્રકના ડ્રાઈવરે લખનૌ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. તેણે કહ્યું કે જ્યારે તે શહેરની બહાર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે થોડીવાર માટે એક સ્થળ પર રોકાયો હતો ત્યાંથી ચોરી થઇ હતી.
