Gujarat Assembly Election 2022/ ઝાલોદ MLA ભાવેશ કટારા જોડાયા ભાજપમાં

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ભાવેશ કટારાએ ભાજપનો હાથ થામ્યો છે. 

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
ભાવેશ કટારા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઢોલ વાગી ચૂક્યો છે. ત્યારે આવમાં એક પછી એક નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે ત્યારે આવમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ભાવેશ કટારાએ ભાજપનો હાથ થામ્યો છે.

ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય  ભાવેશભાઈ કટારાએ વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે.વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કોંગ્રેસ અને AAP બાદ આજે ભાજપ પ્રથમ 160 ઉમેદવારની યાદી જાહેર કરી. જેમાં 13 SC, 24 ST તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ભાજપે પૂર્વ IPS પીસી બરંડાને ભિલોડાથી ટિકિટ ફાળવી

આ પણ વાંચો:ગુજરાતમાં મતદાનના અઠવાડિયામાં જ સૌથી વધુ લગ્નો, 1 અને 5 ડિસેમ્બરે મતદાન, તો 2 અને 4 ડિસેમ્બરે સૌથી વધુ લગ્નો

આ પણ વાંચો:ભાજપે જાહેર કરાયેલા 160 ઉમેદવારોમાંથી 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ