રાજીનામું/ ઝાલોદના કોંગ્રેસના MLA ભાવેશ કટારાએ ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું

કોંગ્રેસના ધારાસભ્ય  ભાવેશભાઈ કટારા એ આજ રોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે.

Top Stories Gujarat
6 10 ઝાલોદના કોંગ્રેસના MLA ભાવેશ કટારાએ ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે, તારીખો પણ જાહેર થઇ ગઇ છે હવે  ઉમેદવારની યાદી જાહેર થવાની છે ત્યારે કોંગ્રેસની રાજકિયસ્થિતિ ખુબ કફોડી છે, એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે, આજે તલાલાના ધારાસભ્યએ ભગા બારડે રાજીનામું આપ્યું હતું ત્યારે આજે ઝાલોદના ધારાસભ્ય ભાવેશભાઇએ તેમના ધારાસભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.  ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય  ભાવેશભાઈ કટારા એ આજ રોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે.વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો કેસરિયા ખેસ ધારણ કરી રહ્યા છે. કોંગ્રેસ યાદી તૈયાર કરી રહી છે ત્યારે ઉમેદવારો કોંગ્રેસ છોડી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસની હાલત અતિ કફોડી જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાશે.પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.