બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર સ્ટારર ફિલ્મ રુહીનું પહેલું ગીત ‘પનઘટ’ રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરની સફળતા બાદ જ્હાન્વી કપૂર આ ગીતમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
પનઘટ ગીતની વાત કરીએ તો જ્હાન્વી કપૂર લાલ રંગના લહેંગા સાથે બ્લેક લહેંગામાં જોવા મળી રહી છે. આ ગીતમાં રાજકુમાર રાવ અને વરૂણ શર્મા પણ જોવા મળી રહ્યા છે. જ્ન્હાનવી કપૂરના આ ગીતમાં તે ખૂબ જ અલગ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે રાજકુમાર અને જ્હાન્વી આ ફિલ્મનું નામ સૌ પ્રથમ રૂહી અફઝના હતું. ત્યારબાદ તેને બદલીને ‘રૂહ અફઝા’ કરી દેવામાં આવી, પરંતુ બાદમાં તેને બદલીને ‘રૂહી અફઝા’ કરી દેવામાં આવી.
જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં વરુણ શર્મા પણ છે, જે તેની કોમેડી માટે પ્રખ્યાત છે. આ ફિલ્મ 11 માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે.
રુબીના દિલેકે પતિ સાથે છૂટાછેડાની કહી હતી વાત, Bigg Bossના કારણે નિર્ણય બદલાયો
જ્હાન્વીનો જોવા મળ્યો અંદાજ
ગીતમાં જ્હાન્વી લાલ એક દુલ્હની જેમ સીધી છોકરી જોવા મળી રહી છે. તો તેને બ્લેક ડ્રેસમાં વિલનના અંદાજમાં જોઇ શકાય છે. આ ગીતને એવી રીતે બનાવવામાં આવ્યું છે જે આ ફિલ્મના જ્હાન્વીના પાત્ર તરફ પણ ધ્યાન દોર્યું છે.
આ ગીત દિવ્યા કુમાર, અસીમ કૌર, જીગર સરૈયા અને સચિન સંઘવીએ ગાયું છે. આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.