સુરેન્દ્રનગર/ લીંબડીના આંગણે પ્રથમવાર જીગ્નેશદાદા કથાનું વાંચન કરશે

લીંબડીની ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ ઈન્ડસ્ટ્રીઝ અને રાધે-રાધે પરિવારના સંયુક્ત ઉપક્રમે લીંબડી બસસ્ટેંન્ડ રોડ પર આવેલા રાજુભાઈના જીનમાં જીગ્નેશદાદા કથાનું વાંચન કરશે

Gujarat
2 1 લીંબડીના આંગણે પ્રથમવાર જીગ્નેશદાદા કથાનું વાંચન કરશે

લીંબડીની ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ ઈન્ડસ્ટ્રીઝ અને રાધે-રાધે પરિવારના સંયુક્ત ઉપક્રમે લીંબડી બસસ્ટેંન્ડ રોડ પર આવેલા રાજુભાઈના જીનમાં જીગ્નેશદાદા કથાનું વાંચન કરશે.

ઝાલાવાડના છોટા કાશી તરીકે જાણીતા લીંબડી શહેરમાં જીગ્નેશદાદા પ્રથમવાર કથામૃતમ્ રસપાન કરાવશે. રવિવારે સાંજે 7 કલાકે લીંબડી શહેરના ચબુતરા ચોકથી મનદીપ પાર્ટી પ્લોટ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે.

તા.3 અને 4 એપ્રિલે રાત્રે 8થી 10:30 વાગ્યા સુધી ભક્તિમય વાતાવરણમાં જીગ્નેશદાદા મધુર કંઠે શ્રીમદ્ ભાગવત કથા, રામાયણ સહિત ધાર્મિક ગ્રંથોના બોધપાઠ આપતાં અધ્યાયોનું વાંચન કરી લોકોમાં છપાયેલી ધાર્મિક લાગણીઓને બહાર લાવવાનો પ્રયાસ કરશે.

લીંબડીમાં જીગ્નેશદાદા પ્રથમ વખત કથા કરી રહ્યા હોવાથી ધર્મપ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઉત્સાહભેર આ કથા વાંચનનું રસપાન કરવા ઉત્સાહિત છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ભાગવત કથાકાર અને રાધે રાધેના ઉપનામથી જાણીતા એવા જીગ્નેશ દાદા સૌ લોકોને સારું માર્ગ દર્શન આપે છે અને અસંખ્ય લોકોને સંસ્કારના વારસાની સાથે સાથે જીવન ઉપદેશ પુરા પાડે છે. અલગ અલગ જગ્યાએ કથાઓ કરીને લાખો લોકોને જીવનમાં શું યોગ્ય છે અને શું યોગ્ય છે? તેનું માર્ગદર્શન પૂરું પા઼ડે છે.