OMG!/ લપલપ કરતાં ખાઈ જઈએ છીએ એવી આ ડિશેસમાં પિરસાય છે ‘જીવડા’! એ પણ જાણ બહાર!

યે લાલ રંગ…આ જીવડાની જ તો કમાલ છે!

Mantavya Exclusive
police attack 4 લપલપ કરતાં ખાઈ જઈએ છીએ એવી આ ડિશેસમાં પિરસાય છે 'જીવડા'! એ પણ જાણ બહાર!

જોઈને પણ ઉબકા ચડે એવા મિલવર્મ કહેવાતી ઈયળને હમણાં યુરોપિયન યુનિયને ત્યાંની હોટેલ ઈન્ડસ્ટ્રીને પિરસવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. એ સાથે જ ખોરાકમાં આવા ઈયળ, જીવડા, જંતુઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. દુનિયા આખીમાં અનેક સ્વાદિષ્ટ, ચટાકેદાર દેખાતી ડિશમાં આવા જ પ્રકારના જીવડા પિરસાય છે. આંચકો આપનારી વાત એ છે કે જે-તે ફૂડમાં આ જીવડા વપરાય છે તે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ બહુ જાણ થવા દેતી નથી. જો કે આપણે જે વાત કરીએ છીએ એ આ યુરોપિયન યુનિયનની મંજૂરીવાળી ઈયળની વાત નથી કરતાં. આપણે વાત કરીએ છીએ લાલ રંગના જાદુગરની. લાલચટ્ટાક રંગના ગાર્નિશિંગવાળા ઘણાં ફૂડ આપણે જોયા છે. પછી તે આઈસક્રીમ હોય, કેન્ડી હોય, કપકેક હોય કે રેડ વેલ્વેટ કેક હોય. આ બધા જ મોંમા પાણી લાવતા ખાદ્ય પદાર્થને ઘાટ્ટો લાલ રંગ આ જીવડાઓ જ આપી જાણે છે. આ જીવડાઓનું મૂળ નામ કોચીનીલ છે પણ તેમાંથી બનતા રંગને કાર્મિન કહે છે. અસંખ્ય ફૂડ પ્રોસેસિંગ યુનિટ આ કાર્મિનને સિક્રેટ ઈન્ગ્રેડિયન્ટ તરીકે ઉપયોગમાં લે છે. વેજિટેરિયન લોકો માટે રાહતની વાત એ છે કે ભારતમાં કાર્મિન કલરનો ઉપયોગ પ્રતિબંધિત છે. ભારતમાં કાર્મિન ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગમાં લઈ શકાતું નથી.

police attack 5 લપલપ કરતાં ખાઈ જઈએ છીએ એવી આ ડિશેસમાં પિરસાય છે 'જીવડા'! એ પણ જાણ બહાર!

થોર પર વસવાટ કરતાં પરજીવી અસંખ્ય લોકો માટે રોજગારીનું સાધન!

કાર્મિન લાલ રંગ તો ખરો પણ તે કોચીનીલ કહેવાતા જીવડાને પિસીને તેના પાઉડરમાંથી તૈયાર કરાયો હોય છે. કોચીનીલ કહેવાતા આ જીવડા મૂળ તો પરજીવી છે અને કેક્ટસ કહેવાતા થોર પર નભે છે. સૌથી પહેલાં તે મેક્સિકોથી મળી આવ્યા હતાં. પણ બાદમાં વિશ્વના અનેક દેશોમાં મધમાખી પાલનની જેમ જ તેની ખેતી કરવામાં આવે છે. તેમાંથી મળતાં ખાદ્ય લાલ રંગ માટે જ તો વળી! પેરુમાં તો કોચીનીલની ખેતી બહોળી માત્રામાં થાય. પેરુમાં તો લાખો-કરોડોની માત્રામાં તેની ખેતી થાય છે. બીજા પણ દેશો છે જે ખાસ આ લાલ ચટ્ટાક રંગમાંથી રોકડી કરી લેવા પહેલાં તો થોર ઉગાડે છે અને પછી એની પર આ કોચીનીલની ખેતી કરે છે. કાર્મિનની વિશેષતા એ છે કે આ રંગ ક્યારેય ઝાંખો પડતો નથી અને સંપૂર્ણ પણે સલામત હોવાનું પણ અનેક રિસર્ચમાં સાબિત થયું છે. આને ફૂડ પ્રોસેસિંગની ભાષામાં એડિટિવ તરીકે ઓળખાય છે. એકાદ કિલો આવો કાર્મિન પાઉડર બનાવવા માટે આવા કેટલાં જીવે પિસાવું પડતું હશે તેનો અંદાજો લગાવી શકો છો? જવાબ ચોંકાવનારો છે લગભગ સવાથી દોઢ લાખ! સૌથી મજાની વાત એ છે કે આ ઓશિયાળું જીવ માનવ શરીરમાં જઈને કોઈ ખાસ નુકસાન પહોંચાડતું નથી. સિવાય કે કોઈ વ્યક્તિ એલર્જિક હોય.

police attack 6 લપલપ કરતાં ખાઈ જઈએ છીએ એવી આ ડિશેસમાં પિરસાય છે 'જીવડા'! એ પણ જાણ બહાર!

હ્યુમન હેલ્થ માટે વિન-વિન છે કાર્મિન!

આ જીવને એટલે જ માસુમ કહ્યો છે કેમ કે તે નુકસાન પહોંચાડવાને બદલે શરીરને પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન વગેરે મજબૂતી પૂરી પાડે છે. આમ પણ અલગ અલગ સ્વરૂપે આપણા ખોરાકમાં બીજી કેટલીક જીવાત, ફંગસ, બેક્ટેરિયા જતા જ હોય છે. એટલું ખરું કે ભારતમાં તેના ઉપયોગ પર ખોરાકની રીતે પ્રતિબંધ છે છતાંય ઘણી બધી દવાઓમાં કલર તરીકે અને કેપ્સ્યૂલના કવરમાં ઉપયોગ માટે વળી મંજૂરી પણ છે. તમને જાણીને જોરદાર ઝટકો લાગશે કે અમેરિકા સહિતના વિશ્વના અનેક દેશો આજે પણ કાર્મિનને ખાદ્ય રંગ તરીકે ઉપયોગમાં જ લે જ છે. એક અમેરિકન સરેરાશ પોતાની જિંદગીમાં એકાદ કિલો કાર્મિન ઝાપટી જાય છે. જો કે વેગન લોકોની બુમરાણ વચ્ચે ઘણાં બધાં દેશોએ કાર્મિનનો ઉપયોગ કર્યો હોય તે સ્પષ્ટ લખવાનો નિયમ પણ બનાવ્યો છે. નવાઈ એમ પણ લાગશે કે કાર્મિનવાળો લાલ રંગ એટલો તો મજબૂત હોય છે કે અંગ્રેજ સૈનિકો અને અમલદારો પહેરતા હતાં તે લાલ વર્દીમાં આ જ લાલ રંગ વપરાતો હતો. એ જ પ્રમાણે ઈતિહાસમાં ઘણાં બધાં એવા ઉપયોગ છે જે આપણે ધાર્યા પણ ન હોય. મૂળ મુદ્દાની વાત એ છે કે દુનિયામાં એવું કેટલુંય અગોચર છે જે કદાચ આપણે ક્યારે જાણતા જ નથી હોતાં!

police attack 7 લપલપ કરતાં ખાઈ જઈએ છીએ એવી આ ડિશેસમાં પિરસાય છે 'જીવડા'! એ પણ જાણ બહાર!

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો