Not Set/ પત્રકાર તરીકેની કારકિર્દી દુનિયાની પ્રથમ નંબરની સૌથી ખરાબ નોકરી : અમેરિકન સર્વે

સામાન્ય રીતે સમાચારપત્ર કે ટીવી ચેનલમાં જર્નાલીસ્ટની નોકરીને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યવસાયો પૈકીનો એક ગણવામાં આવે છે. જો કે અમેરિકામાં તાજેતરમાં થયેલા એક સર્વેમાં એક પત્રકાર તરીકેની કારકિર્દીને  દુનિયાની સૌથી ખરાબ નોકરીઓની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. કરિયરકાસ્ટ નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેમાં નોકરીમાં મળતો પગાર, તેમાં વ્યક્તિનું […]

India
hi પત્રકાર તરીકેની કારકિર્દી દુનિયાની પ્રથમ નંબરની સૌથી ખરાબ નોકરી : અમેરિકન સર્વે

સામાન્ય રીતે સમાચારપત્ર કે ટીવી ચેનલમાં જર્નાલીસ્ટની નોકરીને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યવસાયો પૈકીનો એક ગણવામાં આવે છે. જો કે અમેરિકામાં તાજેતરમાં થયેલા એક સર્વેમાં એક પત્રકાર તરીકેની કારકિર્દીને  દુનિયાની સૌથી ખરાબ નોકરીઓની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

Related image

કરિયરકાસ્ટ નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેમાં નોકરીમાં મળતો પગાર, તેમાં વ્યક્તિનું ભવિષ્ય, આઉટલુક અને કામ કરવાના માહોલના આધારે જે તે વ્યવસાઈની કેટેગરી નક્કી કરવામાં આવી છે. તેમજ આવકની સાથે સાથે કામનુ દબાણ, કામના સ્થળનો માહોલ અને નોકરીમાં કાયમીપણુ વગેરે બાબતોને પણ આવરી લેવામાં આવી હતી.

Related image

દુનિયાના લગભગ ૨૦૦થી વધુ વ્યવસાયોમાંથી સૌથી સારા કામો અને સૌથી ખરાબ કામોની યાદી તૈયાર કરવામાં આવી છે.  આ સર્વેના રિપોર્ટમાં સંશોધનના વ્યવસાયને દુનિયાના સૌથી સારો વ્યવસાય તેમજ પત્રકારના વ્યવસાયને દુનિયામાં સૌથી ખરાબ વ્યવસાય ગણવામાં આવ્યો છે.

Related image

સંશોધનમા જણાવવામાં આવ્યુ છે, કે દુનિયાના વિવિધ દેશોમાં રિપોર્ટર બનાવાનો ક્રેજ છેલ્લા પાંચ વર્ષમાં ઝડપથી ઘટ્યો છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં રીપોર્ટરના વ્યવસાયના ક્રેઝમાં ખૂબ જ ઝડપથી ઘટાડો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે તમામ કંપનીઓ ધીરે-ધીરે પોતાના સમાચારપત્રો બંધ કરી રહી છે.

Image result for journalist

દુનિયાની સૌથી ૧૦ ખરાબ નોકરીઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે રીપોર્ટર બાદ બીજા ક્રમાંકે ટેક્સી ડ્રાઈવર, ત્યારબાદ અનુક્રમે રીટેલ સેલ્સ પર્સન, એડવર્ટાઈઝીંગ સેલ્સમેન, મેન શેફ, ફાયરબ્રિગેડ વિભાગ અને ૧૦માં ક્રમાંકે સફાઈ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  જાકે આ સંશોધન અમેરિકા અને યુરોપના દેશોમાં કરવામાં આવ્યુ છે. જ્યાં રીપોર્ટરના વ્યવસાયનો ક્રેઝ ઘટી રહ્યો છે. જાકે, ભારત સહિત એશિયન દેશોમાં અમેરિકા અને યુરોપથી વિપરીત સ્થિતિ જાવા મળી રહી છે.