Not Set/ બહુચર્ચિત ફિલ્મ પલટન માટે અભિનેત્રી એષા ગુપ્તાને સાઈન કરી હોવાની વિગતો આવી સામે

ટોચના ફિલ્મ સર્જક જેપી દત્તાએ પોતાની આગામી બહુચર્ચિત ફિલ્મ પલટન માટે અભિનેત્રી એષા ગુપ્તાને સાઈન કરી હોવાની વિગતો સામે આવી છે. ફિલ્મ પલટનમાં એષા ગુપ્તા અર્જુન રામપાલની પત્નીનો રોલ કરશે.  આ પહેલા બન્ને કલાકારોએ ડાયરેક્ટર પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યુહમાં સાથે કામ કર્યુ હતું અને ફિલ્મમાં બન્નેની કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ પસંદ પડી હતી. ત્યારે ફરી એકવાર […]

Entertainment
paltan બહુચર્ચિત ફિલ્મ પલટન માટે અભિનેત્રી એષા ગુપ્તાને સાઈન કરી હોવાની વિગતો આવી સામે

ટોચના ફિલ્મ સર્જક જેપી દત્તાએ પોતાની આગામી બહુચર્ચિત ફિલ્મ પલટન માટે અભિનેત્રી એષા ગુપ્તાને સાઈન કરી હોવાની વિગતો સામે આવી છે. ફિલ્મ પલટનમાં એષા ગુપ્તા અર્જુન રામપાલની પત્નીનો રોલ કરશે.  આ પહેલા બન્ને કલાકારોએ ડાયરેક્ટર પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યુહમાં સાથે કામ કર્યુ હતું અને ફિલ્મમાં બન્નેની કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ પસંદ પડી હતી.

ત્યારે ફરી એકવાર બન્નેની જાડીને રુપેરી પડદે જાવા માટે દર્શકો પણ આતુર છે. ફિલ્મમાં પોતે હોવાના અહેવાલને સમર્થન આપતટ્ઠા એષા ગુપ્તાએ જણાવ્યુ કે, હું ખરેખર જેપી સર સાથે કામ કરવાને લઈ ખૂબ જ ઉત્સાહિત છું.

જેપી દત્તા જેવા સિનીયર ફિલ્મ સર્જક સાથે દેશપ્રેમની ફિલ્મ કરવી એ મારા માટે ગૌરવદાયી વાત છે, જેથી મેં આ રોલ માટે હા પાડી છે. મારા અને અર્જુન વચ્ચે સારો મનમેળ છે એટલે કામ કરવાની મજા પડશે.

પલટન ફિલ્મ ભારતીય લશ્કરની કામગીરી પર આધારીત છે. અર્જુન રામપાલ ફિલ્મમાં કર્નલ લેફ્ટીનન્ટનો રોલ કરતો નજરે પડશે. આ ફિલ્મ માટે જેપી દત્તાએ ભારતીય લશ્કરના કેટલાક જવાનો અને અધિકારીઓને પણ સાઈન કર્યા છે. આ ફિલ્મની વાર્તા વર્ષ ૧૯૬૨ના ભારત-ચીન વોર પર આધારીત છે.