Court/ જુહાપુરા ડોન અમીન મારવાડીના જામીન નામંજૂર

પોતાની જાતને જુહાપુરાનો ડોન માનતો અમીન મારવાડીએ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જે અરજી ઉપર સુનવણી હાથ ધરાતા રાજ્ય સરકારે જામીન ન આપવા માટે વાંધો ઉઠાવ્યો હતો. ગ્રામ્ય કોર્ટે સરકારના વાંધાને માન્ય રાખીને કુખ્યાત અમીન મારવાડીના રેગ્યુલર જામીન અરજીને ફગાવી દેવાનો હુકમ જાહેર કર્યો હતો. જુહાપુરામાં જાહેરમાં લુખ્ખાગીરી કરીને લોકોમાં ભયનો માહોલ ઉભો […]

Ahmedabad Gujarat
Amin Marwadi જુહાપુરા ડોન અમીન મારવાડીના જામીન નામંજૂર

પોતાની જાતને જુહાપુરાનો ડોન માનતો અમીન મારવાડીએ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જે અરજી ઉપર સુનવણી હાથ ધરાતા રાજ્ય સરકારે જામીન ન આપવા માટે વાંધો ઉઠાવ્યો હતો. ગ્રામ્ય કોર્ટે સરકારના વાંધાને માન્ય રાખીને કુખ્યાત અમીન મારવાડીના રેગ્યુલર જામીન અરજીને ફગાવી દેવાનો હુકમ જાહેર કર્યો હતો.

જુહાપુરામાં જાહેરમાં લુખ્ખાગીરી કરીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા માટે કુખ્યાત અમીન મારવાડીએ થોડા સમય પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. વીડિયો નરીમનપુરા પાસેના કોઈ ફાર્મમાં ઉતારવામાં આવી હતી. વીડિયોની અંદર અમીનની હાથમાં રિવોલ્વર દેખાઈ રહી હતી અને તે રિવોલ્વરથી તે ધડાધડ ફાયરિંગ કરતો વિડીયોમાં દેખાઈ રહ્યો હતો. સાથે જ તેણે પોતાની ઓળખ જુહાપુરાનો ડોન હોવાનું બતાવીને સ્થાનિકોમાં ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલુંજ નહિ, પાલડીના એક વેપોરીને ડરાવી ધમકાવીને તેના પાસેથી પાંચ લાખની ખંડણી પણ માગી હતી. અમીન મારવાડીએ સ્થાનિક પોલીસની ઉપર પણ રહેમ રાખ્યો ન હતો. પોલીસને બાતમી મળી હતી કે ફોર્ડ એન્ડેવર ગાડીમાં બેસીને અમીન જુહાપુરા ફતેહ વાળી માં આવવાનો છે અને તેની ગાડીમાં ઘાતક હથિયારો પણ છે. જેથી પોલીસે બાતમીના આધારે ફોર્ડ એન્ડેવર ગાડીને રોકવા જતા અમીનએ ગાડી રોકવાની જગ્યાએ પોલીસની ઉપર ગાડી ચડાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી. આમ, વેજલપુર પોલીસ સ્ટેશનમાં અમીન મારવાડીની સામે બે જ દિવસમાં ત્રણ ગંભીર પ્રકારના કેસ દાખલ થયા હતા. પોલીસે અમીન મારવાડી અને તેના બે ચેલાની પણ ગણતરીના કલાકોમાં  ધરપકડ કરીને તેમને જેલ ભેગા કર્યા હતા.

આ મામલે અમીન મારવાડીએ પોતાના ડી.કે પટેલ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરાવી હતી. જે મામલે ગ્રામ્ય કોર્ટમાં વીડિયો કોન્ફ્રન્સ દ્વારા સુનાવણી હાથ ધરાતા રાજ્ય સરકારના મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જામીન અરજીનો વાંધો ઉઠાવ્યો હતો. તેમણે મુખ્યત્વે દલીલ કરી હતી કે , આરોપી તદ્દન ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેણે બે જ દિવસમાં ત્રણ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપ્યા હતા. અને આરોપીને કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ જાહેરમાં ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપે છે. અને જો તેને જામીન આપવામાં આવે તો તે ફરીથી કોઈ નવો ગુનો આચરી શકે છે. ગ્રામ્ય કોર્ટે રાજ્ય સરકારનો વાંધો જોઈને આરોપી અમીન મારવાડીની રેગ્યુલર જામીન અરજીને ફગાવી દીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ