Not Set/ જૂનાગઢ/ સરકારી કચેરીમાં કર્મચારીનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં સરકાર પર આકરા પ્રહાર

જૂનાગઢમાં સરકારી કચેરીમાં કર્મચારીએ આપઘાત કર્યો છે.  સહાયક વિધુત નિરિક્ષકની કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા માંજર મુંજાભાઇ હુણ નામની વ્યક્તિએ ગળોફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ છે. તેમના આપઘાતના પગલે વિદ્યુત સહાયક કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મૃતકની પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમ તેમના બંને પુત્રોને LRD પરીક્ષામાં અન્યાય થાયોહોવાનો […]

Gujarat Others
જુનાગઢ 2 જૂનાગઢ/ સરકારી કચેરીમાં કર્મચારીનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં સરકાર પર આકરા પ્રહાર

જૂનાગઢમાં સરકારી કચેરીમાં કર્મચારીએ આપઘાત કર્યો છે.  સહાયક વિધુત નિરિક્ષકની કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા માંજર મુંજાભાઇ હુણ નામની વ્યક્તિએ ગળોફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ છે. તેમના આપઘાતના પગલે વિદ્યુત સહાયક કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

મૃતકની પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમ તેમના બંને પુત્રોને LRD પરીક્ષામાં અન્યાય થાયોહોવાનો ઉલ્લેખ જોવા મળે છે.

મૃતકની લાશ સ્વીકારવાનો પરિવાર જાણો દ્વારા ઇનકાર કરવામાં અવ્યો છે.  આપઘાત કરનાર શખ્સ માંજર મુંજા હુણ સહાયક વિદ્યુત શાખામાં પટાવાળા તરીકે કાર્યરત હતા. મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.તેમા જણાવવામાં આવ્યુ હતુ કે, સાથે સાથે  ભાજપને કદી સમર્થન ન આપવા તેમના સમાજ અને ગરીબ લોકોને અપીલ કરી હતી.

તેમને સ્યુસાઈડ નોટ માં લખ્યું છે કે, આ ભાજપ સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી. પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જાઈ ના શક્યો. મોઢે આવેલ કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. સરકાર ગરીબોને મારી નાખશે.

સુરત/ મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નહિ સરકાર છે – મેમોથી કંટાળેલા રીક્ષાચાલકનો આપઘાત

મૃતકના બંન્ને દિકરા સરકારી નોકરીમાં પાસ થયા હોવા છતાં નોકરી ન મળવાના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો છે. માત્ર આપઘાત કર્યો એટલું જ નહીં પણ કર્મચારીએ પોતાની સ્યુસાઈડ નોટમાં ભાજપના પ્રધાનો પર આક્ષેપ કર્યા છે. અને ત્યાં સુધી લખ્યું છે કે, ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો અને તેમને કોઈ દિવસ મત ન આપતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત ખાતે પણ એક રીક્ષા ચાલકે આત્મહત્યા કરી હતી. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિક મેમોથી કંટાળીને એક 65 વર્ષીય રિક્ષાચાલક સરફરાઝ શેખે આપઘાત કરી લીધો હતો. સરફરાઝ શેખે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી.જેમાં જણાવ્યું હતું કે, મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નથી સરકાર છે.

https://www.youtube.com/watch?v=cxiApeWW5GM

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.