Junagadh/ લીલી પરિક્રમા નહીં યોજાય તેવી શક્યતા, આગામી દિવસોમાં સરકાર કરી શકે છે જાહેરાત

આવનાર દિવસોમાં જૂનાગઢ વહીવટી તંત્ર પાસેથી અહેવાલ મેળવીને સમીક્ષાના અંતે લીલી પરિક્રમા અને તળેટી નો મેળો રદ કરવાની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

Top Stories Gujarat Others
અબડાસા 7 લીલી પરિક્રમા નહીં યોજાય તેવી શક્યતા, આગામી દિવસોમાં સરકાર કરી શકે છે જાહેરાત
  • કોરોનાની સ્થિતિને આધારે તંત્ર લઈ શકે છે નિર્ણય
  • 5 લાખ કરતાં વધુ લોકો ભવનાથ મેળામાં ઉમટે છે

વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વમાં પોતાનો આતંક મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસ માં મોટો વધારો જોવા મળી રહ્યો છે. સરકાર સતત કોરોના સામે લડી રહી છે. છતાય રોજના ૧૦૦૦+ આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર કોરોના સામે લડવા અથાક પ્રયાસો કરી રહી છે.

ત્યારે સરકાર હવે જૂનાગઢ ગીરનારની પ્રસિદ્ધ લીલી પરિક્રમા અને તળેટીમાં ભરાતો ભવનાથ લોકમેળો રદ કરવા વિચારણા કરી રહી છે. જોકે આ અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ આવનાર દિવસોમાં જૂનાગઢ વહીવટી તંત્ર પાસેથી અહેવાલ મેળવીને સમીક્ષાના અંતે લીલી પરિક્રમા અને તળેટી નો મેળો રદ કરવાની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી પછી દશમ ની રાત્રે 12ના ટકોરે ગીરનારની લીલી પરિક્રમાની શરૂઆત થતી હોય છે. જે પૂનમ સુધી ચાલતી હોય છે. પ્રતિવર્ષ જુનાગઢ ની લીલી પરિક્રમા કરવા માટે અંદાજિત પાંચ થી સાત લાખ શ્રદ્ધાળુઓ દિવસ રાત પરિક્રમા કરવા ઉમટી પડે છે. ત્યારે આવી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ કપરૂં બનશે. સાથે સાથે તળેટી ના મેળા થી પણ સંક્રમણ વધવાની શક્યતાઓ વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે . અને એટલે જ સરકાર ગિરનારની લીલી પરિક્રમા અને મેળા ઉપર રોક લાવે તેવી પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જૂનાગઢના ગિરનાર ની લીલી પરિક્રમા પૂરી કર્યા પછી સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા પડે તેવી લોકવાયકા પણ સમાયેલી છે. એટલે જો સરકાર લીલી પરિક્રમા રદ કરશે તો સોમનાથ મંદિરમાં પણ ભક્તોનો ઘસારો આપોઆપ ઓછો થઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.