Junagadh/ જૂનાગઢ મનપાની ચૂંટણી ટૂંક સમયમાં થશે જાહેર

સંત સુરા અને સાવજોની ધરતી ગણાતા જુનાગઢ એક મહાનગર છે જુનાગઢ મહાનગરમાં 15 વોર્ડ આવેલા છે જેની સામે 60 કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.. 2019 માં….

Top Stories Gujarat
Image 2024 06 18T102643.696 જૂનાગઢ મનપાની ચૂંટણી ટૂંક સમયમાં થશે જાહેર

@અમાર બખાઈ

Junagadh News: સંત સુરા અને સાવજોની ધરતી ગણાતા જુનાગઢ એક મહાનગર છે જુનાગઢ મહાનગરમાં 15 વોર્ડ આવેલા છે જેની સામે 60 કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.. 2019 માં મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું શાસન રહ્યું હતું અને હાલ તે ટર્મ 31 જુલાઈએ પૂર્ણ થશે તે પહેલા જ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ તેવા સંકેત જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા એ આપ્યા છે.. 5 થી 10 દિવસમાં જ ચૂંટણીની જાહેરાત થઈ શકશે અને જુલાઈ મહિનામાં ફોર્મ ભરવાની અને મતદાન સહિતની તમામ પ્રક્રિયા પણ પૂર્ણ થશે બીજી તરફ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે…

2019 માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 60 કોર્પોરેટર માંથી 54 કોર્પોરેટરો ભાજપના ચૂંટાયા હતા અને ત્રણ કોંગ્રેસ તેમજ ત્રણ એનસીપી ના કોર્પોરેટરો ચૂંટાયા હતા..

મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજાઈ જેને લઇ સત્તાધિસો દ્વારા પૂરતા પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે જો સમયસર મહાનગરપાલિકાની ચૂંટણી ન યોજાય તો ટૂંક સમય માટે વહીવટી શાસન લાગી શકે છે પરંતુ ડેપ્યુટી મેયર દ્વારા 31 જુલાઈ પહેલા ચૂંટણી પૂર્ણ થશે અને નવા મેયર પણ જુનાગઢ વાસીઓને મળી જશે તેવા સંકેત આપવામાં આવ્યા છે…

હાલ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા જુનાગઢ વાસીઓ ને એક સારા સમાચાર પણ મળી શકે છે જૂનાગઢના માથાના દુખાવા સમાન રેલ્વે ફાટકને લઈને પણ ટૂક જ સમયમાં રેલવે ઓવરબ્રીજ બનાવવા ખાતમુરત મુખ્યમંત્રીના હસ્તે થાય તેવી શક્યતાઓ ડેપ્યુટી મેરે વ્યક્ત કરી છે અને ટેન્ડર ને લગતી તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે…

હવે જોવું એ રહ્યું કે મહાનગરપાલિકાની ચૂંટણીના એક બાજુ સંકેત છે તો બીજી તરફ ચૂંટણી ની અંદર ક્યાં નવા મુદ્દે ચૂંટણી લડવી જેને લઇ રેલવે ઓવરબ્રિજને ફરી મોખરે કરવામાં આવ્યો છે… સવાલ એ છે કે ચૂંટણીની જાહેરાત પહેલા રેલવે ઓવરબ્રિજનું ખાતમુરત થાય છે કે પછી આ વર્ષે પણ જુનાગઢ વાસીઓને ફાટક લેસ જુનાગઢ ની લોલીપોપ આપવામાં આવશે તેવી પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે…



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાપીમાં તસ્કરોનો આતંક, CCTV સામે આવ્યા

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મેઘરાજાની આગાહી

આ પણ વાંચો:  સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં 150 કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં