ગુજરાત રાજ્યમાં કોરોનાએ નવા રેકોર્ડ બનાવવાનું બંધ કર્યું છે. રાજ્યમાં આજે ૧૪૦૦૦+ કેસ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 14120 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 5,38,845 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 174 લોકોનાં મૃત્યુ થયા છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 8595 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 398824 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 133191 છે.
હાલમાં રાજ્યમાં કોરોના વાઇરસ માટે રસીકરણ ચાલી રહ્યું છે. તોસાથે ૧૮+ ના લોકો માટે પણ પહેલી મેં થી રસી કરણ ચાલુ થઇ રહ્યું છે. અને જેના માટે આજથી કોવિન પોર્ટલ ઉપર તેનું રજિસ્ટ્રેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. જો કે ૧૮+ ના ઘણા બધા લોકોને આજે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર પોર્તાલનું સર્વર ડાઉન થયાની ફરિયાદો પણ જોવા મળી હતી.