Not Set/ આ તારીખથી રાજ્યની તમામ શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન

ગુજરાત રાજ્યમાં કોરોના કહેર વચ્ચે માર્ચ 2020 થી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. તમામ શૈક્ષણિક કાર્ય હાલમાં આખું વર્ષ ઓન લાઈન  ચાલુ રહ્યું છે.

Top Stories Gujarat Others
modi 13 આ તારીખથી રાજ્યની તમામ શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન

ગુજરાત રાજ્યમાં કોરોના કહેર વચ્ચે માર્ચ 2020 થી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. તમામ શૈક્ષણિક કાર્ય હાલમાં આખું વર્ષ ઓન લાઈન  ચાલુ રહ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ચાલુ વર્ષે તમામ શાળાઓમાં ત્રણ મેથી 6 જુન સુધી ૩૪ દિવસ  ઉનાળુ વેકેશન ની જાહેરાત કરવામાં આવી છે.  સાથે કોરોના ડ્યુટીમાં ન હોય તેવા શિક્ષકો અને સ્ટાફને પણ શાળાએ જવા માંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં વકરતા કોરોના ને લઇ શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઉનાળુ વેકેશન વહેલું શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.  જે અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ મેથી આગામી ૬ જૂન સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વકરતી કોરોના મહામારી ને લઇ ગુજરાત સરકારે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.  તથા ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે.

modi 14 આ તારીખથી રાજ્યની તમામ શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન

modi 15 આ તારીખથી રાજ્યની તમામ શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન