પ્રેરણા/ કોરોનાકાળમાં બીમાર પિતાને દિલ્હીથી દરભંગા સાયકલ પર લાવનાર જ્યોતિ ‘ડ્રગ્સ પર પૂર્ણવિરામ’ ની બ્રાન્ડ એમ્બેસેડર બની

કોરોનાનાં કપરા સમયગાળામાં, જ્યારે વાહન વ્યવહારનાં તમામ રસ્તા બંધ હતા ત્યારે પોતાનાં માંદા પિતા સાથે દિલ્હીથી 7 દિવસમાં 1200 કિ.મી.નું અંતર કાપી, પિતાને સલામત કરનાર

Top Stories India
bihar girl કોરોનાકાળમાં બીમાર પિતાને દિલ્હીથી દરભંગા સાયકલ પર લાવનાર જ્યોતિ 'ડ્રગ્સ પર પૂર્ણવિરામ' ની બ્રાન્ડ એમ્બેસેડર બની

કોરોનાનાં કપરા સમયગાળામાં, જ્યારે વાહન વ્યવહારનાં તમામ રસ્તા બંધ હતા ત્યારે પોતાનાં માંદા પિતા સાથે દિલ્હીથી 7 દિવસમાં 1200 કિ.મી.નું અંતર કાપી, પિતાને સલામત કરનાર દરભંગાની જ્યોતિ કુમારીની રાજ્ય સરકાર દ્વારા ‘ડ્રગ્સ પર પૂર્ણવિરામ’ અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સામાજિક સુરક્ષા નિયામક દયાનિધન પાંડેએ જણાવ્યું હતું કે, જ્યોતિએ તેના માંદા પિતાને સાયકલ દ્વારા ઘરે લઈ જવાનો ઇરાદો અને હિંમત બતાવી હતી. આ પ્રશંસનીય કાર્ય માટે જ સમાજ કલ્યાણ વિભાગે તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. પાંડેએ શુક્રવારે આ સિધ્ધિ માટે જ્યોતિનું સન્માન પણ કર્યું હતું.

Bihar Girl Cycles 1,200 Km Home With Injured Father As Pillion

આદરની નિશાની તરીકે, તેમને 50 હજારનો ચેક સાથે એક ટેબ અને ટ્રેક શૂટ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આજના યુવાનોએ જ્યોતિ પાસેથી શીખવું જોઈએ કે, પ્રતિકૂળ સંજોગોમાં હિંમતથી પોતાનું લક્ષ્ય કેમ મેળવવું. અને આવા ઇરાદા રાખનાર પાસે સારુ સ્વાસ્થ્ય હોવું પણ જરુરી છે.

કોઈપણ પ્રકારનો નશો પોતાને અને પરિવારને બરબાદ કરે છે. આ કાર્યક્રમ દ્વારા કોઈપણ પ્રકારની દવાઓનો ઉપયોગ ન કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જ્યોતિ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ પ્રચારને વેગ મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…