Not Set/ કડીનો લોકોનો પ્રાણીઓ પ્રત્યે અનોખો પ્રેમ, શેરીના શ્વાનની અંતિમવિધી કરી રાખ્યું બેસણું

રવિવારે ભુરિયા બહ્મચારી નામના શ્વાનનું બેસણું તેની તસ્વીર સાથે ભગવાન શ્રી કૃષ્ણની સાથે પુષ્પાંજલિ અર્પણ કરી ગામની મહિલાઓ રામધુન સાથે શ્રધ્ધાંજલિ આપી છે.

Gujarat Others
શ્વાનનું બેસણું

વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતાં લોકો હવે એકબીજાથી દૂર થતાં જઈ રહ્યાં છે ત્યારે પ્રાણી અને માણસના પ્રેમનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. કડી પાસેના કરણનગર ગામ મા ભુરિયા બહ્મચારી નામના શેરીના શ્વાનના બેસણામા આખુ ગામ ઉમટયું હતું. કરણનગર ગામના વડીપાટી વાસમા ભુરિયા બહ્મચારી નામના શેરીના શ્વાનું કુદરતી મોત બાદ સાતેક વર્ષના આ શ્વાનની અંતિમવિધી પણ ગામ લોકોએ કરી હતી.

a 83 2 કડીનો લોકોનો પ્રાણીઓ પ્રત્યે અનોખો પ્રેમ, શેરીના શ્વાનની અંતિમવિધી કરી રાખ્યું બેસણું

આજે રવિવારે ભુરિયા બહ્મચારી નામના શ્વાનનું બેસણું તેની તસ્વીર સાથે ભગવાન શ્રી કૃષ્ણની સાથે પુષ્પાંજલિ અર્પણ કરી ગામની મહિલાઓ રામધુન સાથે શ્રધ્ધાંજલિ આપી છે. આ શ્વાન આ વાસ મા તમામને પ્રિય અને લાગણી ઓ સાથે જોડાયેલ હતું ક્યારેય ગામના કે બહારગામના મહેમાનો સામે ઘુરકિયા કરીને ભસ્યું નથી કે નથી કોઈ ને બચકા કે કરડ્યું નથી.

a 83 1 કડીનો લોકોનો પ્રાણીઓ પ્રત્યે અનોખો પ્રેમ, શેરીના શ્વાનની અંતિમવિધી કરી રાખ્યું બેસણું

કરણનગર ગામના વડીપાટી વાસની અલ્કા ચંદ્રેશ પટેલ એ જણાવ્યું કે આ ભુરિયા બહ્મચારી નામના શ્વાનના બેસણા બાદ તમામ કિયાઁઓ સાથે બારમાની પણ વિધી માનવજાત માટે તેના આત્મા ના કલ્યાણ અથેઁ અને મોક્ષ માટે કરાતી હોય છે તેજ રીતે આ શ્વાન ની કરવામાં આવશે.

a 83 3 કડીનો લોકોનો પ્રાણીઓ પ્રત્યે અનોખો પ્રેમ, શેરીના શ્વાનની અંતિમવિધી કરી રાખ્યું બેસણું

કડી પાસેના કરણનગર ગામમાં ભુરિયા બહ્મચારી નામના શેરીના શ્વાનના બેસણામાં આજે રવિવારે આખુ ગામ ઉમટયું છે..સાતેક વર્ષના શેરીના શ્વાનનું કુદરતી મોત બાદ ગામ લોકોએ શ્વાનની અંતિમવિધી કરી છે.

આ પણ વાંચો :હું રાજકારણમાં આવું,પરંતુ રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો: નરેશ પટેલ

આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યેલો એલર્ટ

આ પણ વાંચો :નવસારીમાં વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી પર અશ્લીલ ટિપ્પણી, કોંગી અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું

આ પણ વાંચો : કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ