Not Set/ નરેન્દ્ર મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં કમલ હસનને મળ્યુ આમંત્રણ

લોકસભાની ચૂંટણીમાં પ્રચડ બહુમતી મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી એકવાર ફરી PM પદની શપથ લેવાના છે. મે મહિનાની 30 તારીખે આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. સમારોહમાં ભાજપ સહિતનાં અન્ય પાર્ટીનાં નેતાઓ પણ પોતાની હાજરી આપી શકે છે. ત્યારે આ સમારોહમાં હાજરી આપવા મક્કલ નિધિ મય્યમનાં અધ્યક્ષ અને અભિનેતા કમલ હસનને આમંત્રણ આપવામાં આવ્યુ […]

Top Stories India
26THKAMALHASSAN 1 નરેન્દ્ર મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં કમલ હસનને મળ્યુ આમંત્રણ

લોકસભાની ચૂંટણીમાં પ્રચડ બહુમતી મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી એકવાર ફરી PM પદની શપથ લેવાના છે. મે મહિનાની 30 તારીખે આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. સમારોહમાં ભાજપ સહિતનાં અન્ય પાર્ટીનાં નેતાઓ પણ પોતાની હાજરી આપી શકે છે. ત્યારે આ સમારોહમાં હાજરી આપવા મક્કલ નિધિ મય્યમનાં અધ્યક્ષ અને અભિનેતા કમલ હસનને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

26slide4 નરેન્દ્ર મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં કમલ હસનને મળ્યુ આમંત્રણ

લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના નિવેદનોથી લાઇમ લાઇટમાં આવેલા કમલ હસનને આ વખતે PMનાં શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે. તમિલનાડુંમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હસને એક નિવેદન આપ્યુ હતુ. તેમણે નાથૂરામ ગોડસેને ટાર્ગેટ કરતા કહ્યુ હતુ કે, ભારતનો પહેલો આતંકવાદી હિંન્દુ જ હતો.

13kamal haasan1 નરેન્દ્ર મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં કમલ હસનને મળ્યુ આમંત્રણ

લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યા બાદ હવે PMનાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરસોરથી ચાલી રહી છે. ભાજપને આ ચૂંટણીમાં 542માંથી 303 જ્યારે એનડીએને 352 બેઠકોમાં જીત મળી હતી. વળી બીજી તરફ કોંગ્રેસનું પ્રદર્શન ઘણુ નિરાશાજનક રહ્યુ હતુ. કોંગ્રેસ પાર્ટી આ વખતે પણ 2 ડિઝિટમાં સમેટાઇ ગઇ હતી. કોંગ્રેસને 52  જ્યારે યુપીએ ને 92 બેઠકો પર જીત મળી હતી.

કમલ હસને ‘ભારતનો પહેલો આતંકવાદી હિંન્દુ જ હતો’ નિવેદનની દરેક હિંદુ સંગઠનો અને ભારતીય જનતા પાર્ટીએ ટીકા કરી હતી. ઘણી આલોચના છતાં, કમલ હસન તેમના નિવેદન પર અડિગ રહ્યા હતા. તેમણે કહ્યું કે હતુ કે, સત્ય વિજયી રહે છે અને મેં ઐતિહાસિક સત્ય કહ્યું છે. આટલા વાદ વિવાદો થયા હોવા છતા કમલ હસનને શપથ ગ્રહણ સમારોહમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યુ છે. જોવાનું રહેશે કે શું કમલ આ આમંત્રણને સ્વીકારે છે કે નહી.