Madhya Pradesh/ ‘આઇટમ’વાળા નિવેદનમાં કમલનાથની મુશ્કેલીઓ વધી છે, ECએ પાઠવી નોટીસ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને શિવરાજ સરકારમાં મંત્રી ઈમરતી દેવીને ‘આઈટમ’ નામથી સંબોધિત કરવું ભારે પડી રહ્યું છે. કમલનાથની આ વાંધાજનક ટિપ્પણીને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે નોટીસ પાઠવી છે.

Top Stories India
gisfs 3 'આઇટમ'વાળા નિવેદનમાં કમલનાથની મુશ્કેલીઓ વધી છે, ECએ પાઠવી નોટીસ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને શિવરાજ સરકારમાં મંત્રી ઈમરતી દેવીને ‘આઈટમ’ નામથી સંબોધિત કરવું ભારે પડી રહ્યું છે. કમલનાથની આ વાંધાજનક ટિપ્પણીને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે નોટીસ પાઠવી છે. કમિશને તેમને 48 કલાકની અંદર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ઇમરાતી દેવી સોમવારે ગ્વાલિયર જિલ્લાના ડબરા ખાતે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કરેલી ટિપ્પણી પર રડ્યા હત. તેમના રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમજ સ્થાનિક ટેલિવિઝન ચેનલો પર પણ જોવા મળી રહ્યો છે.

આ પહેલા ઇમરતી એ વાંધાજનક નિવેદન અંગે કમલનાથને પ્રતિક્રિયા આપતા ડાબરામાં મીડિયાને કહ્યું હતું કે ‘તે (કમલનાથ) બંગાળથી આવ્યા છે. તેમનમાં બોલવાની  શિષ્ટતા નથી. તે હરિજન સ્ત્રીના આદર કરવા અંગે શું જાણે છે? આવા લોકોને મધ્યપ્રદેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

તેમણે કહ્યું, “માતા અને પુત્રીને મધ્યપ્રદેશમાં લક્ષ્મી માનવામાં આવે છે અને આજે તે મધ્યપ્રદેશના તમામ લક્ષ્મીઓને અપમાનિત કરી રહ્યા છે. ” હું ઈચ્છું છું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કમલનાથને તેમની પાર્ટીમાંથી દૂર કરે. “ઇમરતીએ આગળ કહ્યું,” હું કમલનાથને ભાઈ તરીકે માનતી હતી.  પરંતુ તે એક રાક્ષસ છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં 3 નવેમ્બરના રોજ, 28 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં કમલનાથ એકપણ ધારાસભ્યને જીતાડી  શકશે નહીં.