Not Set/ Kamini Roy in Google Doodle : કોણ છે કામિની રોય કે જેનુ ગૂગલે બનાવ્યુ છે ખાસ ડૂડલ? જાણો

ગૂગલે આજે પોતાના ડૂડલ દ્વારા બંગાળી કવિ, કાર્યકર્તા અને શિક્ષણવિદ કામિની રોયને યાદ કરી છે. કામિની રોયની આજે 155 મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 12 ઓક્ટોબર,1864 નાં રોજ બંગાળનાં બાકેરગંજ જિલ્લામાં (આજનાં બાંગ્લાદેશમાં) થયો હતો. તે ભારતની પહેલી મહિલા હતી કે જેણે બ્રિટિશ ભારતમાં સ્નાતકની પદવી મેળવી હતી. કામિની રોય ગણિતનો અભ્યાસ કરનારી બ્રિટિશ ભારતની […]

Top Stories India
Kamini Roy Kamini Roy in Google Doodle : કોણ છે કામિની રોય કે જેનુ ગૂગલે બનાવ્યુ છે ખાસ ડૂડલ? જાણો

ગૂગલે આજે પોતાના ડૂડલ દ્વારા બંગાળી કવિ, કાર્યકર્તા અને શિક્ષણવિદ કામિની રોયને યાદ કરી છે. કામિની રોયની આજે 155 મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 12 ઓક્ટોબર,1864 નાં રોજ બંગાળનાં બાકેરગંજ જિલ્લામાં (આજનાં બાંગ્લાદેશમાં) થયો હતો. તે ભારતની પહેલી મહિલા હતી કે જેણે બ્રિટિશ ભારતમાં સ્નાતકની પદવી મેળવી હતી.

કામિની રોય ગણિતનો અભ્યાસ કરનારી બ્રિટિશ ભારતની પ્રથમ સ્નાતક મહિલા હતી. ગણિત પ્રત્યેનું વલણ ધરાવતા રોયે નાની ઉંમરે બંગાળી કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતુ. મહિલા અધિકાર માટે આજીવન સંઘર્ષ કરનાર કામિની રોયની આજે 155 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

બંગાળી કવિ, શિક્ષણશાસ્ત્રી અને સમાજસેવક તરીકે યાદ કરવામાં આવતા રોયનો જન્મ બંગાળનાં બસંદા ગામમાં 12 ઓક્ટોબર 1864 માં થયો હતો. આ સ્થળ ભારતનાં ભાગલા પછી પૂર્વ પાકિસ્તાન હાલમાં બાંગ્લાદેશમાં સ્થિત છે. હિન્દુ પરિવારમાં જન્મેલી, કામિની એક સમૃદ્ધ પરિવારની હતી. તેનો એક ભાઈ કલકત્તાનો મેયર હતો જ્યારે તેની એક બહેન નેપાળનાં રાજવી પરિવારમાં નર્સ હતી.

નાનપણમાં જ તેમને કવિતાઓ લખવાનો શોખ હતો. 1886 માં, તેમણે બેથ્યુન કોલેજમાંથી સંસ્કૃતમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તે આ કરનાર બ્રિટિશ ભારતની પ્રથમ મહિલા બની હતી. તે સામાજીક કાર્યમાં રોકાયેલ આ કોલેજનાં જુનિયર વિદ્યાર્થી અબલા બોસને મળી. તેઓએ સાથે મળીને મહિલા અધિકાર વિધવાઓની સ્થિતિ સુધારવા અને બાળ શિક્ષણ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અબલા એક મહિલા હતી જે મહિલા શિક્ષણ અને વિધવા મહિલાઓ માટે કામ કરતી હતી. તેમનાથી પ્રભાવિત થઈને રોયે મહિલાઓ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. રોયે ઇલ્બર્ટ બિલને ટેકો આપ્યો હતો. આ બિલ વર્ષ 1883 માં વાઇસરોય લોર્ડ રિપનનાં કાર્યકાળમાં આવ્યું હતું.

આ સાથે, ભારતીય ન્યાયાધીશોને એવા કેસોની સુનાવણી કરવાનો અધિકાર પણ મળ્યો જેમાં યુરોપિયન નાગરિકો સામેલ થયા. જો કે, તેનો યુરોપિયન સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બિલનાં સમર્થનમાં ભારતમાં આંદોલન થયાં હતાં. પતિનાં અવસાન પછી, કામિની રોય 1909 માં બંગ મહિલા સમિતિમાં જોડાઇ હતી અને મહિલાઓનાં કલ્યાણ માટે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.