Not Set/ ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ, એક સિનિયરે પ્રમુખ પદ ન સ્વીકાર્યું

રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં 2022 નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો તો પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા ની અટકી પડેલી નિમણૂકો દિવાળી સુધી જાહેર કરવા નું પણ આશ્વાસન આપવામાં આવ્યું

Top Stories Trending
congress rahul ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ, એક સિનિયરે પ્રમુખ પદ ન સ્વીકાર્યું

ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ તેને લઈને રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને આજે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. દિલ્હીમાં રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્મા કે.સી વેણુગોપાલ તેમજ ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડા પરેશ ધાનાણી શક્તિસિંહ ગોહિલ ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ અર્જુન મોઢવાડિયા અમી યાજ્ઞિક હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી જગદીશ ઠાકોર નરેશ રાવલ કુલદીપ શર્મા વિમલ શાહ સહિતના નેતાઓની મનોમંથન બેઠક યોજાઇ હતી પરંતુ હાર્દિક પટેલ ને લઈને કેટલાક સિનિયર નેતાઓની નારાજગી પણ સામે આવી તો શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદને લઈને વધુ એક વખત હાઈ કમાન્ડને ના પાડી

રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મનોમંથન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું ત્યારે આટલો સમય વીતી ગયા બાદ પણ હાઈ કમાન્ડ ગુજરાત કોંગ્રેસ ને લઈને નવી નિમણૂકો નક્કી કરી શકી નથી ત્યારે આ પરિસ્થિતિમાં હાઈ કમાન્ડે ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે સંગઠનમાં ફેરફાર કરી નવી નિમણૂકો કરવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધી સાથે યોજાયેલી આ બેઠક પૂર્વે હાર્દિક પટેલ ની પ્રમુખ પદની દાવેદારી પ્રબળ માનવામાં આવતી હતી પરંતુ કેટલાક સિનિયર નેતાઓએ હાર્દિક ની પસંદગી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તો એક સિનિયર નેતાએ પ્રમુખ પદ સ્વીકારવાનું કર્યો ઇનકાર. તો બે સિનિયર નેતાઓ મીટીંગ છોડીને નીકળી પણ ગયા હતા. તો 2022 ને લઈને અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી

2022નો રોડ મેપ

રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં 2022 નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો તો પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા ની અટકી પડેલી નિમણૂકો દિવાળી સુધી જાહેર કરવા નું પણ આશ્વાસન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું તો હાર્દિકની સાથે જ અન્ય ત્રણ અથવા ચાર નવા કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવશે તો 2022 ની ચૂંટણીને લઈને ગુજરાતને ચાર અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવશે. સાથે જ પૂર્વ પ્રભારી રહી ચૂકેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ને પણ 2022 ની ચૂંટણીમાં વિશેષ જવાબદારી સોંપાશે સાથે જ હાલના નવનિયુક્ત પ્રભારી ડોક્ટર રઘુ શર્માને પણ ગુજરાત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. તો સિનિયર નેતાઓ ને તેમના કદ પ્રમાણે જવાબદારી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે

કોણે પ્રમુખ પદ માટે કર્યો ઇનકાર

રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં વધુ એક વખત રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી શક્તિસિંહ ગોહિલને પ્રમુખ પદ અંગેનું પૂછવામાં આવ્યું પરંતુ વધુ એક વખત શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદની જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કર્યો સાથે જ તેમણે અન્ય જવાબદારી હોવાનું કારણ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કર્યો. છેલ્લા પાંચ મહિનામાં શક્તિસિંહ ગોહિલને અનેક વખત હાઈ કમાન્ડ તરફથી પ્રમુખ પદ અંગે પૂછવામાં આવ્યું પરંતુ તેમને અન્ય જવાબદારીઓના કારણે પ્રમુખ પદ સ્વીકારવાનો ઈનકાર કર્યો

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બેઠક છોડી નીકળ્યા

રાહુલ ગાંધીના નિવાસ સ્થાને યોજાઈ રહેલી બેઠકમાં ઇન્ચાર્જ પ્રમુખ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બેઠક શરૂ થતાની સાથે જ એક કલાકની અંદર નીકળી ગયા હતા. બેઠકમાંથી નીકળવા ના અનેક તર્ક-વિતર્કો સામે આવ્યા પરંતુ અંતે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી કે બિહારમાં પેટાચૂંટણી માટે હાર્દિક અને જીગ્નેશ મેવાણી ને પટણા જવાનું હોવાથી બન્ને નેતાઓ બેઠક છોડીને નીકળ્યા

રાહુલ ગાંધી વધુ એક વખત આવશે ગુજરાત

કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના ગુજરાતના નેતાઓ એ રાહુલ ગાંધીને આવનારા સમયમાં ગુજરાતમાં યોજાનારી આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં આવવાનું આમંત્રણ આપ્યું આમંત્રણને હાલ રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યું છે પરંતુ આ ચિંતન શિબિર ક્યારે યોજાશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવેમ્બર અંત અથવા તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ માં આ ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે જેમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહે