Not Set/ ધારા 370 કા જાના… તેરા મુસ્કુરાના.. ભાજપના નેતાએ લગાવ્યું હોર્ડીંગ

દિલ્હી, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ ભાજપના નેતાઓ વિવાદાસ્પદ બયાનબાજી તો કરી રહ્યાં છે પરંતુ હોર્ડીંગ પણ લગાવી રહ્યા છે.ભાજપના નેતા વિજય ગોયેલે તેમના ઘરની બહાર કાશ્મીરની સ્થિતિ પર એક હોર્ડીંગ લગાવ્યું છે જેને લઈને હોબાળો મચ્યો હતો. મોદી સરકારના પૂર્વ મંત્રી અને રાજ્ય સભાના સાંસદ વિજય ગોયલે 370 કલમને લઈને એક ટ્વિટ […]

Top Stories India
aaaao 17 ધારા 370 કા જાના... તેરા મુસ્કુરાના.. ભાજપના નેતાએ લગાવ્યું હોર્ડીંગ

દિલ્હી,

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ ભાજપના નેતાઓ વિવાદાસ્પદ બયાનબાજી તો કરી રહ્યાં છે પરંતુ હોર્ડીંગ પણ લગાવી રહ્યા છે.ભાજપના નેતા વિજય ગોયેલે તેમના ઘરની બહાર કાશ્મીરની સ્થિતિ પર એક હોર્ડીંગ લગાવ્યું છે જેને લઈને હોબાળો મચ્યો હતો.

મોદી સરકારના પૂર્વ મંત્રી અને રાજ્ય સભાના સાંસદ વિજય ગોયલે 370 કલમને લઈને એક ટ્વિટ કર્યુ છે.

આ ટ્વિટમાં ગોયલે પોતાના ઘર પર લગાવેલા હોર્ડિંગની તસવીર શેર કરી છે. જેમાં એક કાશ્મીરી યુવતીનો ફોટો ગ્રાફ છે અને તેની સાથે લખાણ છે કે ધારા 370 કા જાના…તેરા મુસ્કુરાના

જોકે, આ ટ્વિટ કર્યા બાદ દિલ્હી મહિલા આયોગ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ નારાજ છે. તેમણે ટવિટ કરીને ગોયલને જવાબ આપતા કહ્યુ છે કે, આ બહુ નિમ્ન કક્ષાની માનસિકતા તમે દર્શાવી છે. હિંમત હોય તો તમારી પુત્રીનો ફોટો હોર્ડિંગ પર લગાવો.

જેના જવાબમાં ભાજપના અન્ય એક નેતાએ માલીવાલની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, જેનો પણ ફોટો છે તે અમારી પુત્રી સમાન જ છે. તમારી માનસિકતાને સાફ રાખો. ધારા 370 પર તમારી પાર્ટીએ સમર્થન તો આપ્યુ પણ ધારા 370 ખતમ થવાથી  દેશદ્રોહિઓમાં જે નિરાશા છે તેનો પડઘો તમારા નિવેદનમાં પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.