Not Set/ કંગનાએ ગાંધીજીને પણ ન છોડ્યા! સારા પિતા અને પતિ હોવા અંગે ઉઠાવ્યા સવાલ

કંગના રણોત ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહે છે અને આવી સક્રિયતાના કારણે તે ઘણીવાર વિવાદોમાં પણ સપડાઇ જાય છે. વિવાદો અને કંગનાનો સંબંધ જુનો છે. થોડાક દિવસ પહેલા કિસાન આંદોલનને લઇને પજાબી કલાકારોના રોષનો ભોગ બનેલી કંગનાએ હવે એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે. બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલે રવિવારે એક ટીવી ઇન્ટરવ્યૂમાં […]

Top Stories India
kangana કંગનાએ ગાંધીજીને પણ ન છોડ્યા! સારા પિતા અને પતિ હોવા અંગે ઉઠાવ્યા સવાલ

કંગના રણોત ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહે છે અને આવી સક્રિયતાના કારણે તે ઘણીવાર વિવાદોમાં પણ સપડાઇ જાય છે. વિવાદો અને કંગનાનો સંબંધ જુનો છે. થોડાક દિવસ પહેલા કિસાન આંદોલનને લઇને પજાબી કલાકારોના રોષનો ભોગ બનેલી કંગનાએ હવે એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે.

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલે રવિવારે એક ટીવી ઇન્ટરવ્યૂમાં મોટા ખુલાસા કર્યા હતા. હવે કંગનાએ શાહી પરિવારમાં મચેલા ધમાસાણને લઇને ટ્વિટ કર્યું છે. કંગનાએ પોતાના ટ્વિટમાં મહાત્મા ગાંધીને પણ લપેટી લીધા છે. તેણે મહાત્માને સારા પિતા અને પતિ હોવા અંગે સવાલ ઉઠાવ્યા છે.

મહાત્મા પર નિશાન

કંગનાએ ગાંધીજી પર નિશાન સાધતા લખ્યું છે કે મહાત્મા ગાંધી પર પોતાના જ બાળકો દ્ધારા ખરાબ પિતા હોવાના આરોપો લગાવાયા હતા. ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે તે પોતાની પત્નીને ઘરેથી શૌચાલય સાફ કરવાની ના પાડવાના કારણે ઘરેથી બહાર ધકેલી દેતા હતા. તે એક મહાન નેતા હતા પરંતુ એક મહાન પતિ નહોતા. પરંતુ જ્યારે એક પુરુષની વાત થાય છે ત્યારે દુનિયા તેને માફ કરી દે છે.

કંગનાનું ટ્વિટ

કંગનાએ સૌથી પહેલા ટ્વીટ કરી લખ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી લોકોએ એક પરિવાર પર એકતરફી સ્ટોરી સાંભળીને ખુબ ગોસીપ કરી, જજ કર્યું, ઓનલાઇન લિંચ કર્યું. મેં ક્યારેય સાસુ-વહુ અને સાજિશ જેવા ઇન્ટરવ્યૂ નથી જોયા કારણ કે આ ચીજો મને ઉત્સાહિત નથી કરતી. હું ફ્કત એટલું કહેવા માંગુ છું કે આખા ગ્લોબ પર તે એકમાત્ર મહિલા શાસક બચી છે.