VIVAD/ કંગનાએ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કહ્યું હતું કે, ‘તમારા આ નિર્ણય પર છે અફસોસ …

કંગનાએ ટ્વિટ કર્યું હતું કે ‘તેમણે ગાંધીને ખુશ કરવા ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે પોતાના સૌથી લાયક અને ચૂંટાયેલા પદનું બલિદાન આપ્યું કારણ કે

India Entertainment
court 9 કંગનાએ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કહ્યું હતું કે, 'તમારા આ નિર્ણય પર છે અફસોસ ...

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના બેબાક વલણ માટે જાણીતી છે. કંગના કોઈપણ બાબતે વાત કરી શકે છે અને તે લગભગ બધી બાબતો પર નજર રાખે છે. બોલિવૂડથી લઈને રાજકારણ સુધી અને વિદેશમાં બનતી ઘટનાઓ પર પણ કંગના નજર રાખે છે. અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપે છે. આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ પર તેઓએ દેશના એક મહાન નેતાને યાદ કર્યા છે.

જો કે, કંગનાએ સરદાર પટેલની જન્મજયંતિ પર આવી વાત કહી હતી કે બધા ચોંકી ગયા છે. વલ્લભભાઇની જન્મજયંતિ નિમિત્તે અભિનેત્રી કંગના રનૌતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે કંગનાએ  પોતાના ટ્વિટમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુની ટીકા કરી હતી.

welcome / રાષ્ટ્રીય એકતા દિવસ, કેવડિયામાં જોવા મળ્યો રાજપથનો નજારો, જુ…

ગાંધીજીને ખુશ કરવા પટેલે પદ છોડ્યું – કંગના

કંગનાએ ટ્વિટ કર્યું હતું કે ‘તેમણે ગાંધીને ખુશ કરવા ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે પોતાના સૌથી લાયક અને ચૂંટાયેલા પદનું બલિદાન આપ્યું કારણ કે ગાંધીજીને લાગે છે કે નહેરુ વધુ સારી રીતે અંગ્રેજી બોલે છે. દાયકાઓ સુધી માત્ર સરદાર પટેલ જ નહીં, પરંતુ આખા દેશને મોટું નુકશાન સહન કરવું પડ્યું. જેની ઉપર આપણો હક્ક હોય તે બેશરમી સાથે  પણ છીનવી લેવો તે જ યોગ્ય છે.

Gujarat by-elections / 18% ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, તો 25% ઉમેદવારો પાસે છ…

કંગનાએ વધુ એક ટ્વિટ કર્યું, જેમાં તેણે લખ્યું કે, ‘તે ભારતનો અસલી આયર્ન મેન છે. હું માનું છું કે ગાંધી નહેરુ જેવા નબળા મનવાળાની  ઇચ્છા રાખતા હતા જેથી તેઓ તેમને કાબૂમાં રાખે અને નેહરુને આગળ લઇને તમામ નિર્ણયો લઈ શકે. તે એક સારી યોજના હતી, પરંતુ ગાંધીની હત્યા પછી જે બન્યું તે એક મોટી દુર્ઘટના હતી.

કંગનાએ ટ્વીટ કરીને તેમની વાતનો અંત આણ્યો, ‘મને સરદાર પટેલ, ભારતના આયર્ન મેન, તેમની જન્મજયંતિ પર યાદ છે. તમે આવા જ એક વ્યક્તિ હતા જેણે અમને હાલનું ભારત આપ્યું છે, પરંતુ તમે વડા પ્રધાનપદનો ત્યાગ કર્યો છે અને અમારી મહાન નેતૃત્વ અને દૂરદર્શિતાને આપણાથી દૂર કરી દીધી છે. અમને તમારા નિર્ણયનો ભારે અફસોસ  છે.

આપને જણાવી દઇએ કે આજે (31 ઓક્ટોબર) આયર્ન મેન  સરદાર વલ્લભભાઇ પટેલની 145 મી જન્મજયંતિ છે, જેને આખો દેશ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવી રહ્યો છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ સરદાર પટેલની ભવ્ય પ્રતિમા પર પુષ્પાંજલી આપી હતી. કંગના રનૌતની વાત કરીએ તો તે વિવાદો સાથે ઘણો ઊંડો નાતો ધરાવે છે. કંગનાએ ટ્વિટર પર આવી ત્યારથી જ તે કોઈ પણ બાબતે કોઈ અભિપ્રાય આપવાનું ટાળી નથી.

પ્રવાસ / પુલવામા પર છલકાયી PM મોદીની પીડા, ‘મારે ગંદા રાજકારણનો…