Cricket/ કપિલ દેવ સર્જરી કર્યા બાદ પહેલીવાર દેખાયા ગોલ્ફ મેદાનમાં

ભારતનો પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવ હવે હાર્ટ એટેક આવ્યા બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થવા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ગુરુવારે ગોલ્ફનાં મેદાનમાં પરત ફરતા ચાહકો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ફેન્સે ડી વિલિયર્સને આપી આ સલાહ હાર્ટ એટેક પછી કપિલદેવે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સફળ એન્જીયોપ્લાસ્ટી […]

Sports
asdq 46 કપિલ દેવ સર્જરી કર્યા બાદ પહેલીવાર દેખાયા ગોલ્ફ મેદાનમાં

ભારતનો પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવ હવે હાર્ટ એટેક આવ્યા બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થવા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ગુરુવારે ગોલ્ફનાં મેદાનમાં પરત ફરતા ચાહકો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ફેન્સે ડી વિલિયર્સને આપી આ સલાહ

હાર્ટ એટેક પછી કપિલદેવે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સફળ એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. ક્રિકેટને અલવિદા કહ્યા બાદ કપિલ ગોલ્ફ રમવાનો શોખ પણ રાખે છે. કપિલ દેવે કહ્યું હતું કે, ડોકટરોની મંજૂરી મળ્યા બાદ તેઓ ટૂંક સમયમાં ગોલ્ફનાં મેદાનમાં પાછા ફરશે. ટ્વિટર પર બહાર પાડવામાં આવેલા એક વીડિયો સંદેશમાં કપિલ દેવે કહ્યું કે, ગોલ્ફ કોર્સ અથવા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાછા ફરવું કેટલું આનંદકારક છે, તમે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. ગોલ્ફ કોર્સમાં પાછા આવવું, આનંદ કરવો અને મિત્રો સાથે રમવું ખૂબ સરસ છે. બસ આ જ જીવન છે.”

1994 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ કપિલે શોખ તરીકે ગોલ્ફ રમતા રહે છે અને તેમણે ઘણી એમેચ્યોર ટૂર્નામેન્ટમાં ભાગ પણ લીધો છે. ગયા મહિને તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને ઇમર્જન્સી એન્જીયોપ્લાસ્ટી કરાવી પડી હતી. તે બે દિવસ પહેલા હોસ્પિટલથી ઘરે આવ્યા હતા અને ચાહકોને તેમની તબિયતની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે ટેલિવિઝન ચેનલ પર વિશ્લેષક તરીકે પોતાનું કાર્ય પણ શરૂ કરી દીધુ છે.