Bollywood/ કરણ જોહરને લોકઅપમાં કેદ કરવા માંગે છે કંગના રનૌત, વિશલિસ્ટમાં આ સેલેબ્સ પણ સામેલ

શો લોકઅપની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી જ્યાં કંગના રનૌતએ જણાવ્યું હતું કે તે કયા બોલિવૂડ સેલેબ્સને તેના  લોકઅપમાં રાખવા માંગે છે.

Entertainment
કંગના રનૌત

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. બિન્દાસ પોતાના નિવેદન આપનાર અભિનેત્રી હવે તેના ડિજિટલ ડેબ્યુની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ તેના શો લોકઅપની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી જ્યાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે કયા બોલિવૂડ સેલેબ્સને તેના  લોકઅપમાં રાખવા માંગે છે. અભિનેત્રીએ કહ્યું કે ‘ફિલ્મ ઉદ્યોગમાં એવા ઘણા લોકો છે જેઓ લોકઅપમાં   રહેવાને લાયક છે. અને મારી ફેવરિટ કાસ્ટ મારા લોકઅપમાં હશે… સૌથી પહેલા મારા બેસ્ટ ફ્રેન્ડ કરણ   જોહર જી. હું તેને ત્યાં હોસ્ટ કરવા માંગુ છું… અને એકતા કપૂર.’

આ પણ વાંચો :અડધી રાત્રે મુંબઈ પરત ફર્યો બપ્પી દાનો દીકરો, જાણો ક્યાં અને કેટલા વાગે કરશે અંતિમ સંસ્કાર

આ પછી એકતા કપૂરે મજાકમાં કહ્યું કે ‘હું અને કરણ લોકઅપમાં બેસીને ખાવાની વાત કરીશું’. અમે કંગનાને  પણ અંદર આમંત્રિત કરીશું અને અમે ત્રણેય સાથે ડિનર કરીશું. જે પછી કંગનાએ આગળ કહ્યું કે તે આમિર  ખાનની ખૂબ પ્રશંસા કરે છે, તેથી તે તેને પોતાના લોકઅપમાં પણ રાખવા માંગે છે. કંગના આગળ કહે છે કે ‘હું મિસ્ટર બચ્ચનને ખૂબ પ્રેમ કરું છું. આ મારા સ્પર્ધકો નથી પરંતુ મારી વિશલિસ્ટમાં છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે કેટલાક રાજકારણીઓને પણ લોકઅપમાં રાખવા માંગે છે. આ સાથે તેણે કહ્યું હતું કે તે ઈચ્છે  છે કે અલગ-અલગ ક્ષેત્રના લોકો તેના લોકઅપમાં હોય જેમ કે લીડર, એક્ટ્રેસ, ટીચર, ડિઝાઈનર્સ અને પ્રોફેસર.

Instagram will load in the frontend.

કંગનાના શો લોકઅપમાં કુલ 16 સ્પર્ધકો હશે જેને કંગના રનૌત હોસ્ટ કરશે. લોન્ચ દરમિયાન કંગના રનૌતે કહ્યું હતું કે તે આ શોમાં વ્યક્તિગત રીતે હાજરી આપશે. કંગના રનૌતનો આ શો 24 કલાક લાઈવ રાખવામાં આવશે. આ શો MX પ્લેયર અને એકતા કપૂરના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થશે.

આ પણ વાંચો :યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહેના કુમારી. ટૂંક માતા બનવાની છે,તસ્વીરો શેર કરી …..

આ પણ વાંચો :ઇજિપ્તના રણમાં ઊંટ સાથે મસ્તી કરતી જોવા મળી હિના ખાન, તસવીરો શેર કરી કહ્યું, પરફેક્ટ પાર્ટનર

આ પણ વાંચો :અંતિમ સંસ્કાર માટે સેલેબ્સ પહોંચ્યા બપ્પી લાહિરીના ઘરે, ગુરુવારે થશે અંતિમ સંસ્કાર

આ પણ વાંચો :બંગાળની સુપ્રસિદ્ધ ગાયિકા સંધ્યા મુખર્જીનું હાર્ટ એટેકથી થયું નિધન……..