કર્ણાટક ચૂંટણી સમીક્ષા/ જાણો કોણ કેટલા પાણીમાં, રાહુલ ગાંધીની યાત્રા કે મોદીનો વિકાસ પ્રજા શું પસંદ કરશે?

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે.

Mantavya Exclusive
Karnataka Election

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને Karnataka Election તારીખોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે વિધાનસભાની ચૂંટણી માટે 13 એપ્રિલના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે, નામાંકન ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે અને 24 એપ્રિલ સુધી નામાંકન પરત ખેંચી શકાશે. કર્ણાટકની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

કર્ણાટકમાં ભાજપ સત્તા પર છે અને કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે. Karnataka Election જનતા દળ (સેક્યુલર) રાજ્યનું ત્રીજું સૌથી મોટું રાજકીય દળ છે. રાજ્યમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ વખતે કોંગ્રેસ સત્તામાં વાપસી માટે પૂરા જોશ સાથે કામ કરી રહી છે. આ ચૂંટણીમાં કર્ણાટકની પ્રજા રાહુલ ગાંધીએ કાઢેલી ભારત જોડો યાત્રા પર પસંદગી ઉતારી કોંગ્રેસ પર સત્તાનો કળશ ઢોળશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યક્રમો તથા યેદિયુરપ્પાની સહાય લઈ સોશિયલ એન્જિનિયરિંગના સથવારે ભાજપને ફરીથી સત્તા સોંપશે તેના પર બધાની નજર છે. ભાજપ એન્ટિ ઇન્કમ્બન્સી ખાળવામાં કેટલા અંશે સફળ રહેશે તેના પર નજર છે. ભાજપ માટે દક્ષિણના બીજા રાજ્યોમાં પગપેસારાની ચાવી પણ કર્ણાટક છે.

કર્ણાટક ચૂંટણી 2023ના મોટા મુદ્દા શું છે?

કર્ણાટક સરકારે શુક્રવારે નોકરીઓ અને શિક્ષણમાં અનામતને લઈને બે મોટા નિર્ણયો લીધા છે. Karnataka Election પ્રથમ નિર્ણય હેઠળ, સરકારે OBC મુસ્લિમો માટે 4% ક્વોટા નાબૂદ કર્યો. તેમને 10 ટકા આર્થિક રીતે નબળા વિભાગ (EWS) શ્રેણી હેઠળ રાખવાનો નિર્ણય કર્યો. બીજો નિર્ણય એ છે કે આ 4% ક્વોટા વોક્કાલિગા અને લિંગાયત સમુદાયો વચ્ચે વહેંચવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ વોક્કાલિગાનો ક્વોટા 4% થી વધારીને 6% કરવામાં આવ્યો છે. પંચમસાલી, વીરશૈવ અને અન્ય લિંગાયત વર્ગો માટેનો ક્વોટા 5% થી વધારીને 7% કરવામાં આવ્યો છે. તે જ સમયે, મુસ્લિમ સમુદાયને હવે EWS ક્વોટા હેઠળ અનામત મળશે. જેને લઈને કર્ણાટકમાં ચૂંટણી પહેલા રાજકારણ શરૂ થઈ ગયું છે.

અનામત ઉપરાંત રાજ્યની ચૂંટણીમાં મહત્વના મુદ્દા

ટીપુ સુલ્તાન, મહારાષ્ટ્ર સીમા વિવાદ, સાંપ્રદાયિક તનાવ, સાવરકર, હિઝાબ ભ્રષ્ટાચાર

કયા વિસ્તારમાં કેટલી બેઠક

હૈદરાબાદ કર્ણાટક – 40
કિત્તુર કર્ણાટક – 44
દરિયાકાંઠાનો પ્રદેશ – 19
ઓલ્ડ મૈસુર – 66
મધ્ય કર્ણાટક – 27
બેંગલુરુ – 28

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013 અને 2018

કર્ણાટકમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી મે 2018માં યોજાઈ હતી. Karnataka Election કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસને 80 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 104 બેઠકો મળી હતી. તે જ સમયે, જેડીએસને તેના ખાતામાં 37 બેઠકો મળી છે. અગાઉ 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને 122 બેઠકો મળી હતી જ્યારે ભાજપ અને જેડીએસને 40-40 બેઠકો મળી હતી.

2018 અને 2013માં કોને કેટલો વોટ શેર ?

કર્ણાચકમાં 2013માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટશેર 19.9 ટકા હતો, જે 2018ની ચૂંટણીમાં બમણાની નજીક પહોંચી 36.5 ટકા થઈ ગયો હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર 36.6 ટકાથી વધીને 38.8 ટકા થયો હોવા છતાં બેઠકો ઓછી મલી હતી. Karnataka Election જ્યારે જેડીએસનો વોટશેર 20.2 ટકાથી ઘટીને 18.3 ટકા થયો હતો.

કર્ણાટકનું કાસ્ટ ફેક્ટર
કર્ણાટકમાં તમામ મુદ્દાઓ હોવા છતાં, એક પરિબળ છે જે કર્ણાટકની રાજનીતિ નક્કી કરે છે. કર્ણાટકમાં તે X પરિબળ લિંગાયત સમુદાય છે. એવું માનવામાં આવે છે કે લિંગાયત સમુદાય જેની તરફ વળે છે, સત્તાની ચાવી તેની પાસે જાય છે. કર્ણાટકની કુલ વસ્તીમાં લિંગાયતોની સંખ્યા 14 ટકા છે, જે 110 વિધાનસભા બેઠકોને સીધી અસર કરે છે.

મુસ્લિમ – 12.92%
દલિત – 19.5%
OBC – 16%
લિંગાયત – 14%
વોક્કાલિગા – 11%
કુરુબા – 7%

કર્ણાટક ચૂંટણીમાં ધર્મ પરિબળ
કર્ણાટકમાં જે પક્ષ જનતાના મૂડને સમજશે તેને રાજ્યની ગાદી મળશે, પરંતુ અહીં ધર્મ પણ એવું પરિબળ છે કે મતોનું વિભાજન થશે તેમાં કોઈ શંકા નથી. 2011ની વસ્તી ગણતરી મુજબ કર્ણાટકમાં 12.92 ટકા મુસ્લિમ વસ્તી હતી. હિન્દુઓ 84 ટકા હતા જ્યારે ખ્રિસ્તી સમુદાયની વસ્તી 1.87 ટકા હતી.

હિન્દુ – 84.00%
મુસ્લિમ – 12.92%
ખ્રિસ્તી – 1.87%
અન્ય – 1%

આ પણ વાંચોઃ દાવો/ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો,’હું 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરી શકું છું’

આ પણ વાંચોઃ Earthquake/ જાપાનમાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, રિક્ટર સ્કેલ પર માપવામાં આવી આટલી તીવ્રતા

આ પણ વાંચોઃ Biden-USshootout/ બિડેન બગડયાઃ નેશવિલે સ્કૂલ શૂટિંગ “બીમાર માનસિકતાવાળા”નું કૃત્ય