Not Set/ #કાશ્મીર : સેનાને મોટી સફળતા અવંતિપુરમાં લશ્કરનો આતંકી ફારૂક લોન ખતમ, અન્ય આતંકી પણ ઠાર

જમ્મુ-કાશ્મીર સવારથી જ આતંકી અને સેના વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે અને સેના દ્વારા  અવંતિપુરમાં લશ્કરનો ખુંખાર આતંકી ફારૂક લોન ખતમ થઇ ગયો છે તે સાથે સાથે અન્ય એક આતંકી પણ ઠાર મરાયો હોવાની સેના દ્રારા પુષ્ટી કરવામાં આવી છે. અવંતિપુરમાં સુરક્ષા દળો દ્રારા ઠાર મારવામાં આવેલો આતંકી, આતંકી સંગઠન […]

Top Stories India
terrori ksm #કાશ્મીર : સેનાને મોટી સફળતા અવંતિપુરમાં લશ્કરનો આતંકી ફારૂક લોન ખતમ, અન્ય આતંકી પણ ઠાર

જમ્મુ-કાશ્મીર સવારથી જ આતંકી અને સેના વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે અને સેના દ્વારા  અવંતિપુરમાં લશ્કરનો ખુંખાર આતંકી ફારૂક લોન ખતમ થઇ ગયો છે તે સાથે સાથે અન્ય એક આતંકી પણ ઠાર મરાયો હોવાની સેના દ્રારા પુષ્ટી કરવામાં આવી છે. અવંતિપુરમાં સુરક્ષા દળો દ્રારા ઠાર મારવામાં આવેલો આતંકી, આતંકી સંગઠન જૈશ ઈ મોહમ્મદ સાથે સંકળાયેલ હતો.

મંગળવારે બપોરનાં સમયે સુરક્ષા દળોએ અવંતિપુરમાં એન્કાઉન્ટરમાં લશ્કર એ તોઇબાના આતંકવાદી ઉફેદ ફારૂક લોનને ખતમ કરી દીધો હતો. લોન તાજેતરનાં ગ્રેનેડ હુમલાઓ સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને આર્ટિકલ 370 અને 35-એ રદ કર્યા પછી દુકાનદારો અને ફળ ઉત્પાદકોને ધમકીઓ આપવા અને જીવલેણ હુમલા તેમજ મારી નાખવા જેવી અનેક આતંકી પ્રવૃતિમાં સામેલ હતો. ફારૂક લોનને ખતમ કરતા કાશ્મીરમાં લશ્કરની પ્રવૃતિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. ત્યારે આજે વિજ્યાદશમીનાં દિવસે સેના દ્વારા રાવણ અને કુંભકરણનો વધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.