Ambaji Temple/ જાણીલો…ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં દર્શનના સમયમાં કરાયો છે આવો ફેરફાર

ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ નવલા નવરાતરાનો અને માઁ ની આરાધનાનો સમય છે અને સ્વાભાવીક છે કે, નોરતાનાં સમયે લાખો માઇ ભક્તો માઁ નાં દર્શન અને પૂજન માટે માઁ નાં દરબારમાં આવતા હોય છે, ત્યારે શ્રધ્ધાળુઓ આઠમના હવનમાં હાજરી નહી રહી શકે તેવી જાહેરાતથી લાખો માઇ ભક્તો નીરાશ થયા છે. […]

Gujarat Dharma & Bhakti
ambaji 1 જાણીલો...ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં દર્શનના સમયમાં કરાયો છે આવો ફેરફાર

ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ નવલા નવરાતરાનો અને માઁ ની આરાધનાનો સમય છે અને સ્વાભાવીક છે કે, નોરતાનાં સમયે લાખો માઇ ભક્તો માઁ નાં દર્શન અને પૂજન માટે માઁ નાં દરબારમાં આવતા હોય છે, ત્યારે શ્રધ્ધાળુઓ આઠમના હવનમાં હાજરી નહી રહી શકે તેવી જાહેરાતથી લાખો માઇ ભક્તો નીરાશ થયા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કપરાકાળમાં આ વર્ષ નોરતાનો ઉત્સવ ખુબ સિમીત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. કોરોનાનાં સંક્રમણનાં કારણે રાજ્યનાં તમામ મોટ મંદિરોમાં નિયમો સાથે દર્શન થઇ રહ્યા છે, તો ઘણી જગ્યાએ તો મંદિરો ભક્તો માટે આંશીક રીતે બંધ પણ રાખવામાં આવ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શનિવારે આઠમના દિવસે ભકતો મંદિરમાં અષ્ટમિ હોમ-હવનમાં હાજર નહી રહી શકે. મંદિરની પ્રદક્ષિણા કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હોવાની વિગતો સાંપડી રહી છે. આપને જણાવી દઇએ કે પ્રાપ્ત વિગતો પ્રમાણે બપોરે 12 થી 4 કલાક સુધી મંદિર બંધ રહેશે. મંદિરમાં ભકતો આરતી સમયે હાજર રહી શકશે નહી.

સરકારની ગાઈડ લાઈન મુજબ ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં ટ્રસ્ટ દ્વારા નિર્ણય કોરોનાનાં કહેરી કાળમાં માઇ ભક્તોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની વિગતો વિદિત છે.