Political/ કેજરીવાલના જન્માષ્ટમીના જન્મ દિવસ મામલે વિવાદ,ભાજપના નેતાએ કર્યો આ ટ્વિટ,જાણો

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી ગયા છે ત્યારે ભાજપ અને કેજરીવાલ વચ્ચે શાબ્દિક યુદ્વ છેડાયો છે, કેજરીવાલે કહ્યે કે જન્માષ્ટમીના દિવસે તેમનો જન્મ થયો છે તે મામલે ભાજપના નેતાએ ખુલાસો કરતા રાજકારણ ગરમાયો છે. અરવિંદ કેજરીવાલની પ્રોફાઇલ જન્મ તારીખ સાથે ટ્વિટર પર મૂકી દીધી છે આ મામલે નવો વિવાદ સર્જાયો છે, તારીખ મામલે અસમંજસ જોવા મળી […]

Top Stories Gujarat
5 11 કેજરીવાલના જન્માષ્ટમીના જન્મ દિવસ મામલે વિવાદ,ભાજપના નેતાએ કર્યો આ ટ્વિટ,જાણો

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી ગયા છે ત્યારે ભાજપ અને કેજરીવાલ વચ્ચે શાબ્દિક યુદ્વ છેડાયો છે, કેજરીવાલે કહ્યે કે જન્માષ્ટમીના દિવસે તેમનો જન્મ થયો છે તે મામલે ભાજપના નેતાએ ખુલાસો કરતા રાજકારણ ગરમાયો છે. અરવિંદ કેજરીવાલની પ્રોફાઇલ જન્મ તારીખ સાથે ટ્વિટર પર મૂકી દીધી છે આ મામલે નવો વિવાદ સર્જાયો છે, તારીખ મામલે અસમંજસ જોવા મળી રહ્યા છે. કલેન્ડર પ્રમાણે 16 ઓગસ્ટે જ જન્માષ્ટમી બતાવી રહ્યા છે.

વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લેતા કેજરીવાલે કહ્યું કે તેમની વિરુદ્ધ લગાવવામાં આવેલા પોસ્ટરોએ ભગવાનનું અપમાન કર્યું છે. તેણે કહ્યું કે આ બધા કંસના સંતાનો છે અને તેનો નાશ કરવા માટે જન્મ્યા છે. દિલ્હીના સીએમએ પોતાને કટ્ટર હનુમાન ભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો.પરતું તેમની જન્મ જન્માષ્ટમીના દિવસે થયો નથી .તેમના જન્મ દિવસની કુંડળી ભાજપના નેતા હરીશ ખુરાનાએ કાઢી છે અને આ અંગે ટ્વિટર પર ક પોસ્ટ પર ટ્વિટ કરી છે ,જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  તમે મત મેળવવા માટે તમારી જાતને શ્રીકૃષ્ણ ભક્ત બતાવવા માંગો છો.તમારી જન્મ તારીખના દિવસે જન્માષ્ટમી હતી,15 ઓગસ્ટે જન્માષ્ટીનો તહેવાર હતાે

 

 

ઉલ્લેખનીય છે કે   વડોદરામાં જનતાને સંબોધતા તેમણે કહ્યું કે આટલા વરસાદમાં તમે આટલા કલાકો રાહ ક્યાં જુઓ છો. ખરાબ હવામાનને કારણે અમે હેલિકોપ્ટરથી ઉડી શક્યા નહોતા પરંતુ તમને મળવાનું હતું તેથી ત્રણ કલાકની મુસાફરી કરીને અમે રોડ માર્ગે આવ્યા છીએ. મિત્રો હું પણ તમને પ્રેમ કરું છું.કેજરીવાલે કહ્યુ હતુ કે, હું વડોદરા આવવાનો છું તેવી જાણ થતાં જ ભારે વિરોધ ચાલુ થઈ ગયો હતો. મારા વિરોધમાં ચારેબાજુ પોસ્ટર્સ-બેનરો લગાવવામાં આવ્યા હતા. ભલે તમે મને નફરત કરશો તો ચાલશે, મને વાંધો નથી. પણ આ લોકોએ તો પોસ્ટરમાં ભગવાન વિરોધી લખી નાંખ્યું. ભગવાનનું અપમાન કર્યું. મને નફરત કરવામાં આ લોકો એવા આંધળા થઈ ગયા છે કે, તેમણે ભગવાનનેય નથી છોડ્યાં. તમે કંસની ઓલાદ છો, તમે ભગવાનનું અપમાન કર્યું.

 

4 13 કેજરીવાલના જન્માષ્ટમીના જન્મ દિવસ મામલે વિવાદ,ભાજપના નેતાએ કર્યો આ ટ્વિટ,જાણો

તેણે વધુમાં કહ્યું કે, ‘મારે તમારી સાથે એક મહત્વની વાત કરવી છે, મેં આજે ગુજરાત આવવાનું નક્કી કર્યું ત્યારથી હું જોઈ રહ્યો છું. આ લોકોએ ગુજરાતના શહેરોમાં અલગ-અલગ જગ્યાએ મારી વિરુદ્ધ પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. તે સારું છે. આ લોકો મને ધિક્કારે છે. તમે મને જે કહો તે સારું છે. પરંતુ આ લોકોએ ભગવાનનું અપમાન કર્યું છે. તેણે ભગવાન વિરુદ્ધ ઘણા અપશબ્દો કહ્યા છે. હું ધાર્મિક માણસ છું. હું હનુમાનજીનો કટ્ટર ભક્ત છું.  આ બધી આસુરી શક્તિઓ મારી સામે એકઠી થઈ છે. સીએમએ વધુમાં કહ્યું કે, ‘ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. જેના કારણે તેઓ આઘાતમાં છે.