Not Set/ વેકેશનના 2 દિવસ પહેલા શાળાના ધાબા પરથી પટકાતા શિક્ષિકાનું મોત

ચુડા પ્રાથમિક શાળા નંબર-2માં ફરજ અદા કરતા શિક્ષિકાનું વેકેશનના 2 દિવસ પહેલા સ્કૂલના ટેરેસ ઉપરથી પડી જતાં મોત નીપજ્યું હતું. મોતનું કારણ આત્મહત્યા, હત્યા કે અકસ્માત હતું તે અકબંધ રહ્યું છે.

Gujarat Others
charu વેકેશનના 2 દિવસ પહેલા શાળાના ધાબા પરથી પટકાતા શિક્ષિકાનું મોત

હત્યા કે અકસ્માત? મૃત્યુનું રહસ્ય ઘૂંટાયું, પિયર પક્ષે જાણવા જોગ ફરિયાદ નોંધાવી

ચુડા પ્રાથમિક શાળા નંબર-2માં ફરજ અદા કરતા શિક્ષિકાનું વેકેશનના 2 દિવસ પહેલા સ્કૂલના ટેરેસ ઉપરથી પડી જતાં મોત નીપજ્યું હતું. મોતનું કારણ આત્મહત્યા, હત્યા કે અકસ્માત હતું તે અકબંધ રહ્યું છે. મૃતકના ભાઈએ ચુડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવી હતી.

લીંબડીના ખારોવાસ વિસ્તારમાં રહેતા ચારૂમતિબેન હરીભાઈ પરમાર અને તેમના પતિ મુકેશભાઈ રાઠોડ છેલ્લા 15 વર્ષથી ચુડા પે.સેન્ટર શાળા નં-2માં ફરજ બજાવતા હતા. વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરી ચારૂમતિબેન શાળાના ધાબા ઉપર ગયા હશે. શાળાના ટેરેસના ત્રીજા માળથી ચારૂમતિબેન નીચે પટકાયા હતા.

સ્કૂલ બિલ્ડીંગના પાછળના ભાગે ધડાકાભેર અવાજ સાંભળી શિક્ષકો દોડી ગયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. શિક્ષકગણોએ દુર્ઘટના અંગે જાણ કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ રાજેશકુમાર હરીભાઈ પરમારે ચુડા પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ દાખલ કરવી હતી.

વેકેશનના 2 દિવસ પહેલા શાળાના ઘાબા પરથી પડી જવાથી શિક્ષિકાનું મોત થયાની ઘટનાએ લીંબડી-ચુડા પંથકમાં ચકચાર જગાવી છે. શિક્ષિકાની હત્યા થઈ હશે? કે ચારૂમતિબેને આત્મહત્યા કરી હશે? કે પછી ચારૂમતિબેન કોઈ દુર્ઘટનાનો શિકાર બન્યા હશે? સહિતના રહસ્યો અકબંધ છે. જો કે સાસરીયા કે પીયરપક્ષ દ્વારા શિક્ષિકાના મૃત્યુ અંગે ફરિયાદ નહીં નોંધાવતાં ચારૂમતિબેનનું મોત ક્યાં કારણોસર થયું તે પણ એક રહસ્ય બની તેમના મૃતદેહ સાથે દફન થઈ જશે.