Not Set/ કેરલમાં નિપાહ વાયરસથી નવ વ્યક્તિના મોત, 20 વર્ષ અગાઉ મલેશિયામાં જોવા મળ્યો આ કેસ

નવી દિલ્હી, કેરલના કોઝીકોડમાં નિપાહ વાયરસથી નવ વ્યક્તિના મોત નીપજ્યા છે. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. અન્ય ચાર વ્યક્તિની હાલત ગંભીર ગણાવાય રહી છે. જયારે અન્ય ૨૫ વ્યક્તિને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. આ દરમિયાન પૂણે વાયરોલોજી ઇન્સ્ટીટયૂટ દ્વારા લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. કેરલ […]

Top Stories India Trending
a 430 કેરલમાં નિપાહ વાયરસથી નવ વ્યક્તિના મોત, 20 વર્ષ અગાઉ મલેશિયામાં જોવા મળ્યો આ કેસ

નવી દિલ્હી,

કેરલના કોઝીકોડમાં નિપાહ વાયરસથી નવ વ્યક્તિના મોત નીપજ્યા છે. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. અન્ય ચાર વ્યક્તિની હાલત ગંભીર ગણાવાય રહી છે. જયારે અન્ય ૨૫ વ્યક્તિને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. આ દરમિયાન પૂણે વાયરોલોજી ઇન્સ્ટીટયૂટ દ્વારા લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. કેરલ સરકાર દ્વારા આ મામલે કેન્દ્ર સરકાર પાસે તત્કાલ મદદ પૂરી પાડવા માટેની અપીલ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી, નડ્ડાએ એનસીડીસીની ટીમને તાત્કાલિક કેરલ પહોંચવા માટેનો આદેશ કર્યો છે.

આજે કેરળ જશે એનસીડીસીની ટીમ

કેરલ રાજ્ય સરકારની અપીલ અંગે કેન્દ્રમાંથી નેશનલ સેન્ટર ફોર ડીસીજ કંટ્રોલ (એનસીડીસી)ની ટીમ કેરળમાં નિપાહ વાયરસ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા જશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ  આ મામલામાં એક કમિટીની રચના કરી છે. જે બીમારીના મૂળ સુધી પહોંચવા કાર્યરત બની છે. આ સાથે વાયરસની ઝપેટમાં વધુ લોકો ન આવી શકે તે માટેના ઉપાય હાથ ધરવામાં આવી રહ્યા છે.

શું હોય છે નિપાહ વાયરસ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના જણાવ્યા મુજબ નિપાહ વાયરસ ચામાચિડિયાના મારફત ફળોમાં અને ફળોમાંથી માણસ અને જાનવરોમાં ફેલાય છે.

૧૯૯૮માં પહેલી વખત મલેશિયાના કાપુંગ સુંગઈ નિપાહ શહેરમાં આ રોગ જોવા મળ્યો હતો. આ માટે તેને નિપાહ વાયરસ નામ આપી દેવામાં આવ્યું છે. અગાઉ તેની અસર ભૂંડોમાં જોવા મળ્યા હતા.

વર્ષ-૨૦૦૪માં આ બાંગ્લાદેશમાં આ વાયરસના પ્રકોપનો મામલો બહાર આવ્યો હતો. કહેવાય રહ્યું છે કે કેરલમાં આ પહેલી વખત ફેલાયેલો જોવા મળ્યો છે.

1 s2.0 S1879625716302097 gr2 કેરલમાં નિપાહ વાયરસથી નવ વ્યક્તિના મોત, 20 વર્ષ અગાઉ મલેશિયામાં જોવા મળ્યો આ કેસ

શ્વાસ લેવામાં પડે છે મુશ્કેલી

આ વાયરસથી પ્રભાવિત શખ્સને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડે છે પછી મગજમાં જલન (ગરમી) મહેસૂસ થાય છે. જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ નીપજી શકે છે.

કોઈ વેક્સિન નથી

આ રોગ (વાયરસ)ને કાબૂમાં લેવા માટે અસરગ્રસ્ત માણસ અથવા જાનવરોની માટે કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી. આનાથી અસરગ્રસ્ત શખ્સને આઈસીયુમાં રાખીને તેની સારવાર કરવામાં આવે છે.

ઝાડ પરથી પડેલા ફળો ન ખાવા

આ બીમારીથી બચવા માટે ફળો,  ખાસ કરીને ખજૂર ખાવાથી બચવું જોઈએ. ઝાડ પરથી નીચે પડેલા ફળોને ખાવા ન જોઈએ. બીમાર ભૂંડ અને બીજા જાનવરોથી દૂર રહેવું જોઈએ.