Anand/ આયુર્વેદિક દવા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કેતન ઠક્કરની ધરપકડ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટેલની ટીમે મોડી રાત્રે દરોડો પાડી 31.50 લાખની શંકાસ્પદ આયુર્વેદિક દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની તપાસ આરંભી હતી

Gujarat
2 12 આયુર્વેદિક દવા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કેતન ઠક્કરની ધરપકડ

રાજ્યમાં નશાકારક આયુર્વેદિક દવા પીવાનું ચલણ વધ્યું છે. આવી દવાઓ પાનના ગલ્લે અને પ્રોવિઝન સ્ટોરમાં સહેલાઇથી મળતી હોઈ આવી દવાઓનું કોલ્ડડ્રિંક્સની જેમ વેચાણ થઈ રહયુ છે. યુવાઓમાં આકર્ષણ અને આદત બનતી જતી આવી કુટેવનો રોકડીયો લાભ લેવા અનેક લેભાગુ તત્વો અને બુટલેગરો સુધ્ધાં સક્રિય થયા છે.

બોરસદના વિરસદ પોલીસ તાબેના દહેવાણ ગામે બંગલાપુરા વિસ્તારમાં ભાનુબહેન ઉર્ફે પુનીબહેન સોમાભાઈ તળપદાના ઘરે તપાસ કરતા મોટી સંખ્યામાં દવાની બોટલ અને તેનો સામાન મળી આવ્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટેલની ટીમે મોડી રાત્રે દરોડો પાડી 31.50 લાખની શંકાસ્પદ આયુર્વેદિક દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની તપાસ આરંભી હતી. એટલુ જ નહીં બોરસદના દહેવાણમાં 31.50 લાખના આયુર્વેદિક દવા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કેતન ઠક્કર વિરસદની પોલીસે ધરપકડ કરી છે. નકલી આયુર્વેદિક કંપની અને ખોટા ISO સર્ટિફિકેશનના લેબલ બનાવી જનતાના આરોગ્યને જોખમમાં મૂકે તેવી આયુર્વેદિક દવાનો વેપાર કરવાનું ગુનાહિત કૃત્ય આચરનારની ધરપકડ થતા આ વેપારના પ્રોડક્શનમાં મદદકર્તાઓનું નેટવર્ક ખુલ્લું થવાની સંભાવનાઓ જણાઈ રહી છે. આ જથ્થો ભાવનગર મોકલવાનો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું. પોલીસે તેનો કોવિડ ટેસ્ટ કરવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વિરસદ પોલીસ ની તપાસમાં ચોંકાવનારો ઘટસ્પોટ થયો હતો અને આયુર્વેદિક દવાના જથ્થા ઉપર લગાવવામાં આવેલા કંપનીના નામ, સ્ટીકર અને ISO સર્ટિફિકેશન અને રજિસ્ટ્રેશન બાબતે સંબંધિત તંત્ર સાથે સંપર્ક કરી તપાસ કરતા તમામ બનાવટી અને ખોટું હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે બે વ્યક્તિ ઉપર ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભાનુબેન ઉર્ફે પુનીબેન તળપદાની ધરપકડ થઈ છે. જ્યારે મૂળ ઓખા તાલુકાના પરંતુ હાલ વડોદરા રહેતા કેતન વિનોદ નરસિંહભાઈ જટણીયા(ઠક્કર) ફરાર હોવાથી તેને પકડવા માટે આયોજનબધ્ધ પ્રયત્નો હાથ ધર્યા હતા. પોલીસ તેની તપાસ ટીમ બે વાર બાતમી ના આધારે રાજકોટ પણ જઈ આવી હતી. જોકે, પોલીસની સખ્ત કાર્યવાહીથી ડરી ગયેલ કેતન ઠક્કર વિરસદ પોલીસે હાજર થઈ ગયો છે. પોલીસ દ્વારા તેનો કોવિડ ટેસ્ટ કરવી કોર્ટ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ વીશે વિરસદ સબ ઇન્સપેક્ટર એસ.એમ.પટેલે જણાવ્યું હતું કે, આરોપી કેતન ઠક્કરની પ્રાથમિક પૂછપરછમાં તે પહેલા સોડા શરબતનો ધંધો કરતો હતો હતો અને છેલ્લા કેટલાક વર્ષથી આ નકલી આયુર્વેદિક દવા બનાવવાના અને તેના વેચાણના ધંધામાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દહેવાણમાં ઝડપાયેલા 31.50 લાખની માતબર રકમનો જથ્થો ભાવનગરના જગદીશસિંહ જાડેજાને ત્યાં સપ્લાય કરવાનો હતો.  પુછપચ્છમાં વધુ માહિતી બહાર આવી શકે  છે.