Cricket/ કેવિન પીટરસને ઈંગ્લેન્ડની હાર પર કહ્યુ – ટીમ માટે વ્યર્થ છે બેન સ્ટોક્સને…

શનિવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાની ચૌ તરફ વાહ વાહી થઇ રહી છે.

Sports
cricket 17 કેવિન પીટરસને ઈંગ્લેન્ડની હાર પર કહ્યુ – ટીમ માટે વ્યર્થ છે બેન સ્ટોક્સને...

શનિવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાની ચૌ તરફ વાહ વાહી થઇ રહી છે. જ્યારે ઈગ્લેન્ડની ટીમ તપાસ કરી રહી છે કે તેમનાથી કઇ જગ્યાએ ચુક થઇ ગઇ. જણાવી દઇએ કે, ટેસ્ટ બાદ ભારતનાં પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન ટી-20 સીરીઝમાં મળેલી હારથી નારાજ થઇ ગયા છે.

Cricket / અફઘાનિસ્તાનનાં કેપ્ટને ધોનીને પાછળ છોડ્યો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

પીટરસનનું માનવું છે કે, ઈંગ્લેન્ડની ટીમ સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ક્ષમતાનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવામાં સક્ષમ રહી નથી. આ જ કારણે તેણે સ્ટોક્સનાં બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાની માંગ કરી છે. વર્તમાન ટી-20 સીરીઝમાં બેન સ્ટોક્સ 6 માં ક્રમે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન, તેને પાંચ મેચોમાં ફક્ત ત્રણ વખત બેટિંગ કરવાની તક મળી હતી. તે 28 ની એવરેજથી 84 રન બનાવી શક્યો હતો. કેવિન પીટરસને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, બેન સ્ટોક્સ “નંબર-6 પર રમનાર ટીમ માટે જરા પણ ઉપયોગી નથી. જોની બેયરસ્ટો ટી-20 માં યોગ્ય ઓપનર છે. જો તેઓ ઓપનિંગ નથી કરતા, તો સ્ટોક્સે નંબર-4 પર બેટિંગ કરવી જોઇએ.”

https://twitter.com/KP24/status/1373322401778434061?s=20

Cricket / જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

આપને જણાવી દઈએ કે, ટી-​​20 સીરીઝમાં ઈંગ્લેંડને યજમાનો વિરુદ્ધ 3-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ સીરીઝમાં પ્રભુત્વ ધરાવતી જોવા મળી હતી, પરંતુ આમ હોવા છતા, ભારતે જોરદાર વાપસી કરી અને ઈયોન મોર્ગનની ટીમને હરાવવામાં સફળતા મેળવી. આ સીરીઝ દરમિયાન ટોસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ બાદ ભારતે છેલ્લી બે મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

Cricket / પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાને મળી હાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ