Jamnagar/ પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન બે કિ.મી દૂર ખેડૂતને વાગી ગોળી

જામનગર નજીકના વિજરખી ફાયરિંગ રેન્જના નજીકના વિસ્તામાં ફરી એક ખેડૂતને ગોળી વાગી છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 05T114206.186 પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન બે કિ.મી દૂર ખેડૂતને વાગી ગોળી

જામનગર નજીકના વિજરખી ફાયરિંગ રેન્જના નજીકના વિસ્તામાં ફરી એક ખેડૂતને ગોળી વાગી છે. બે કિલોમીટર દૂર ખેતરમાં કામ કરી રહેલા 32 વર્ષીય મનસુખ લોખીલને ગોળી વાગી છે. આ ખેડૂતને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

જામનગર નજીક વિજરખી રેન્જ એરિયામાં લશ્કરી દળ,પોલીસ અને એસઆરપી ગ્રુપ વગેરે દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ત્યારે બે કિલોમીટર દૂર ખેતરમાં કરતા ખેડૂત ગોળી વાગતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અગાઉ અનેક ખેત મજૂરોને આફાયરિંગ દરમિયન ગોળી વાગી ચૂકી છે. ગ્રામજનો દ્વારા પોલીસ વડાને અનેક રજૂઆત પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સમયાંતરે આ વિસ્તારમાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન લોકોએ અવરજવર નહીં કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે.


આ પણ વાંચો: America/ અમેરિકામાં ફરી ગુજરાતી યુવક પર ફાયરિંગ, પેટના ભાગે ગોળી વાગી

આ પણ વાંચો: Nepal Earthquake/ નેપાળમાં ભૂકંપના આંચકા અટકતા નથી, સવારે ફરી ધરતી ધ્રૂજી, તીવ્રતા હતી આટલી

આ પણ વાંચો:Virat Kohli/ ભારત-દ.આફ્રિકા મેચ પહેલા કોહલીના ફેન્સ માટે માઠા સમાચાર