Disa/ ડીસામાં જેટકોના થાંભલા ઉભા કરવા મામલે ખેડૂતે ઝેરી દવા પીધી

ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન

Top Stories Gujarat
Beginners guide to 2024 06 15T181107.095 ડીસામાં જેટકોના થાંભલા ઉભા કરવા મામલે ખેડૂતે ઝેરી દવા પીધી

Disa News : ડીસામાં જેટકોના થાંભલા ઉભા કરવાનો મામલો ગરમાયો છે. જેમાં એક પિડીત ખેડૂતે જંતુનાશક દવા પી લેતા ચકચાર મચી છે. તે સિવાય ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપીને આ મામલે રજૂઆત કરી છે.

ડીસામાં જેટકોના થાંભલા ઉભા કરવા મામલે ગ્રામજનો નારાજ થયા છે. જેમાં એક પિડીત ખેડૂતે જંતુનાશક દવા પી લેતા મામલો બિચક્યો છે.થાંભલા નાખવા બાબતે જેટકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે. જેને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીએ  પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લા કલેકટરને આ સંદર્ભે આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. જેમાં તેમણે જેટકો કંપની ખેડૂતોને વળતર આપતી ન હોવાનું જણાવ્યું છે.

જો આ બાબતે આગામી સમયમાં નિરાકરણ નહી આવે તો ખેડૂતોએ આંદોલનની ચિમકી પણ આપી છે. ખેડૂતોએ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચવાની ધમકી પણ આપી છે. આમ જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા