રખડતા ઢોરનો આતંક/ ખૂંટિયાએ વૃદ્ધને લીધા અડફેટે, CCTVમાં જુઓ દિલ ધડક દ્રશ્યો

લોકોની અવરજવર હતી ત્યાં એક વૃદ્ધ પણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે જ પાછળથી દોડીને આવેલા એક આખલાએ આ વૃદ્ધને જોરદાર અડફેટે લીધા હતા.

Gujarat Others Trending
Untitled 133 3 ખૂંટિયાએ વૃદ્ધને લીધા અડફેટે, CCTVમાં જુઓ દિલ ધડક દ્રશ્યો
  • વલસાડઃ ખૂંટિયાએ વૃદ્ધ પર કર્યો હુમલો
  • ગુંદલાવ ઘડોઈ ફાટક પાસે આખલાઓનો આંતક
  • વૃદ્ધ પર આખલા એ હુમલો કરતા બની ઘટના
  • સ્થાનિકોએ વૃદ્ધને હોસ્પિ. ખસેડ્યો
  • સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોને જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. કાં તો હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. ત્યારે આવી જ એક ઘટના વલસાડથી સામે આવી છે. જેમાં આખલાએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા.આ ઘટનામાં વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, આ ઘટના વલસાડના ગુંદલાવ નજીક આવેલા ધડોઈ ફાટક પરના જાહેર રસ્તા પર બની હતી. જ્યાં કેટલાક પશુઓ અડિંગો જમાવીને ઉભા હતા. એ વખતે જ લોકોની અવરજવર હતી ત્યાં એક વૃદ્ધ પણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે જ પાછળથી દોડીને આવેલા એક આખલાએ આ વૃદ્ધને જોરદાર અડફેટે લીધા હતા. આથી વૃદ્ધ હવામાં ફંગોળાઈ અને નીચે પટકાયા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ ઘટના બનતા ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાના CCTV વાયરલ થઇ રહ્યા છે.

આપને જણાવીએ કે, ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. રોજબરોજ ક્યાંકને ક્યાંક ઢોરને કારણે ઘટનાઓ બને છે અને તેનો ભોગ સામાન્ય લોકોને બનવું પડી રહ્યું છે. લોકો ઘાયલ થઇ રહ્યા છે તો આ ઘટનામાં ઘણી મોત પણ થઇ ગઈ છે. ગુજરાત રાજ્યમાં ઢોરની સમસ્યા મામલે હાઇકોર્ટે સરકારને ફટકાર આપ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન થયું નથી ઉલટાની સમસ્યા વધી ગઈ છે. રસ્તા પર રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે સ્થિતિ હજુ ત્યાં ને ત્યાં છે.

આ પણ વાંચો:આવતીકાલે બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો:સુરતમાં માતા-પિતા સાથે સૂતેલી માસૂમને ઉઠાવી ગયો હવસખોર, દુષ્કર્મ આચર્યા બાદ રડતી મૂકી ભાગ્યો

આ પણ વાંચો:સુરતમાં બે લક્ઝુરિયસ કારનો અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ