Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ત્રીજી શિખર વાર્તા માટે તૈયાર છુંઃ કિમ જોંગ

પ્યોગયાંગ, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને  કહ્યું છે કે તેઓ વર્ષના અંત સુધીમાં  અમેરિકા દ્વિપક્ષીય  રૂપે સ્વીકાર થનાર સમજૂતીની રજૂઆત કરશે તો તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ત્રીજી શિખર વાર્તા કરવા તૈયાર છે. પ્યોગયાંગની  સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ આજે જણાવ્યું હતુ કે આ વાત કિમ જોંગે  ઉત્તર કોરિયાની સંસદમાં એક સત્ર દરમિયાન […]

World
kim jong ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ત્રીજી શિખર વાર્તા માટે તૈયાર છુંઃ કિમ જોંગ

પ્યોગયાંગ,

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને  કહ્યું છે કે તેઓ વર્ષના અંત સુધીમાં  અમેરિકા દ્વિપક્ષીય  રૂપે સ્વીકાર થનાર સમજૂતીની રજૂઆત કરશે તો તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ત્રીજી શિખર વાર્તા કરવા તૈયાર છે. પ્યોગયાંગની  સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ આજે જણાવ્યું હતુ કે આ વાત કિમ જોંગે  ઉત્તર કોરિયાની સંસદમાં એક સત્ર દરમિયાન કહી હતી.

કિમે પોતાના ભાષણમાં કહ્યું કે ફ્રેબુઆરીમાં ટ્રમ્પ સાથેની શિખર વાર્તા એટલે નિષ્ફળ રહી કારણ કે અમેરિકાએ એક તરફી માંગણી મૂકી હતી.  પરંતુ અંગત રીતે અમેરિકાના રાષ્ટ્પતિ સાથે તેમના સંબંધો સારા છે. અમેરિકા સાથેની શિખર વાર્તા નિષ્ફળ જવાનું કારણ જણાવતા કિમ જોંગે કહ્યું કે  ઉત્તર કોરિયા પ્રતિબંધો અંગે  મોટી રાહતની માંગ કરી રહ્યું હતુ.

ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે કિમ સ્ટેટ અફેર્સના અધ્યક્ષ તરીકે બીજી વાર પસંદગી પામ્યા છે. નિર્ણય લેવા માટે આ દેશની ટોચની સંસ્થા છે. નોંધનીય છે કે અગાઉ ઉત્તર કોરિયા તથા અમેરિકા વચ્ચે ફ્રેબુઆરીમાં વિયેતનામના હનોઇમાં બીજી શીખર વાર્તા યોજાઈ હતી.

8 મહિનામાં આ બંને દેશો વચ્ચેની બીજી શિખર બેઠક હતી. તે અગાઉ જૂન મહિનામાં પણ બંને નેતા વચ્ચે સિંગાપુરમાં પ્રથમ ઐતિહાસિક બેઠક થઈ હતી.  વિશ્લેષ્કોનું કહેવું છે કે  હનોઇમાં થયેલી બીજી બેઠકમાં નક્કર પગલાંની આશા રાખી શકાય, પરંતુ ટ્રમ્પ તરફથી મોટી કોઈ આશા નથી કારણ કે તેમણે તાજેતરમાં જ મીડિયાને કહ્યું હતું કે મારે કોઈ ઉતાવળ નથી.