IPL/ લોકપ્રિય લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો કે.એલ.રાહુલ

કેએલ રાહુલે લખનઉની IPL ટીમ સાથે રૂ.17 કરોડનો કરાર કરીને ઈતિહાસનાં પુસ્તકોમાં પોતાનું નામ લખાવ્યું છે. લખનઉનો પ્રથમ પસંદ કરાયેલો રાહુલ એક સીઝનમાં સંયુક્ત રીતે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે.

Sports
KL Rahul Record

કેએલ રાહુલે લખનઉની IPL ટીમ સાથે રૂ.17 કરોડનો કરાર કરીને ઈતિહાસનાં પુસ્તકોમાં પોતાનું નામ લખાવ્યું છે. લખનઉનો પ્રથમ પસંદ કરાયેલો રાહુલ એક સીઝનમાં સંયુક્ત રીતે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે. રાહુલ સિવાય કોહલીને ચાર સીઝન માટે 17 કરોડ રૂપિયા મળ્યા છે. નવી બનેલી ટીમનો કેપ્ટન બનેલો રાહુલ IPL ટીમનાં લીડર તરીકે તેની ત્રીજી સીઝન રમશે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લદ્દાખને લેહમાં તેનો પહેલો ઓપન સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ ટર્ફ મળ્યો

IPL 2022ની હરાજી પહેલા 17 કરોડ રૂપિયાએ રાહુલને સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બનાવ્યો છે. રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતને તેમની ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યા હતા, પરંતુ ત્રણેયને 16 કરોડ રૂપિયા મળશે. વળી, 2018 થી 2021 સીઝન સુધી દર વર્ષે 17 કરોડ રૂપિયા કમાતા કોહલીને RCBએ 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. 2018 થી 2021 સુધી સીઝન દીઠ રૂ. 11 કરોડની કમાણી કરનાર રાહુલને રૂ.6 કરોડનો વધારો મળશે. રાહુલ IPL 2018 પછીનાં સર્વશ્રેષ્ઠ ઓપનરોમાંનો એક છે, ત્યારે સુકાનીની દ્રષ્ટિએ તેનો સંઘર્ષ ચાલુ રહ્યો છે. તે એક વખત પણ પંજાબને લીગ સ્ટેજથી આગળ લઈ જઈ શક્યો નથી. જો કે લખનઉમાં રાહુલ સાથે માર્કસ સ્ટોઈનીસ અને રવિ બિશ્નોઈ પણ જોડાયેલા છે. IPL 2021માં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહેલા સ્ટોઈનિસને 9.2 કરોડ રૂપિયા આપવામાં આવશે. રાહુલની કપ્તાનીમાં પંજાબમાં રમનાર રવિ બિશ્નોઈને 4 કરોડ રૂપિયા મળશે. તે પંજાબ કિંગ્સ સાથે 2 કરોડ રૂપિયામાં જોડાયેલો હતો. લખનઉની ટીમ 58 કરોડ રૂપિયા સાથે IPL 2022 મેગા ઓક્શનમાં ઉતરશે.

આ પણ વાંચો – Shocking / સચિન તેંડુલકરનાં સૌથી ખાસ ફેનને પોલીસે માર્યો ઢોર માર, એક સમયે બોલાવ્યો હતો પોલીસ સ્ટેશનનાં ઉદ્ઘાટન માટે

લખનઉ IPL ટીમે તેના સમગ્ર કોચિંગ સ્ટાફનો ખુલાસો કર્યો નથી. ફ્રેન્ચાઇઝીએ એટલી પુષ્ટિ કરી છે કે એન્ડી ફ્લાવર ગૌતમ ગંભીર અને વિજય દહિયા સાથે સાઇન અપ કરવામાં આવી રહ્યુ છે. ફ્લાવર ટીમનાં મુખ્ય કોચ હશે, જ્યારે ગંભીર મેન્ટરની ભૂમિકા નિભાવશે. દહિયાને સહાયક કોચ તરીકે ઉમેરવામાં આવ્યા છે. ગંભીર બે વખત IPL વિજેતા કેપ્ટન છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને 2012 અને 2014માં તેની કેપ્ટન્સીમાં ટાઈટલ જીતાડ્યું હતું.