ઘર કવર/ એક એવા ગામ વિશે જાણો જ્યાં લોકો ઘરને કવર કરે છે

પંજાબમાં અત્યારે એક એવી જ ઘટના બની છે કે જ્યાં લોકોનું પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે અને જે લોકો રહે છે તે તમામના ઘર કવર કરેલા છે.

Ajab Gajab News
ઘર કવર

જ્યારે તમારે તમારા જ ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય ત્યારે તમે શું કરો? આ પ્રશ્ન ખરેખર વિચારતા કરી દેશે સાથે સાથે થોડી મૂંઝવણમાં પણ મૂકી દેશે. અથવા તમને કોઈ ઘર કવર કરવાનું કહે ત્યારે કેવું અનુભવાય. કે ખરેખર ઘરને કવર કરવું શક્ય છે? પંજાબમાં અત્યારે એક એવી જ ઘટના બની છે કે જ્યાં લોકોનું પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે અને જે લોકો રહે છે તે તમામના ઘર કવર કરેલા છે.

પંજાબના ભગવાન પુરા ગામમાં લોકો પરેશાન થઈ ગયા છે. આ ગામમાં માખીનો ત્રાસ એટલો વધી ગયો છે કે અન્ય સ્થળેથી કોઈપણ વ્યક્તિ આ ગામની મુલાકાત લેવા પણ તૈયાર નથી કે મહેમાન બનવા પણ તૈયાર નથી. ઘણી વખત લોકો મજાક ઉડાવતા કહે છે કે તેઓ તો માખી વાળા ગામના સંબંધી છે અથવા માખી વાળા ગામમાંથી આવે છે. માખીના ઉપદ્રવથી લોકો શારીરિક રીતે તો બીમાર પડી રહ્યા છે. સાથે સાથે માનસિક રીતે પણ ભાંગી રહ્યા છે.

ભગવાનપુરા ગામની સ્ત્રીઓનું કહેવું છે કે જ્યારે અમે ઘરની સાફ-સફાઈ કરીએ છીએ ત્યારે માખીનો ઢગલો થાય છે. અમે લોકો માખીથી ખૂબ ત્રાસી ગયા છીએ. અમારા બનાવેલા ભોજનમાં જ્યારે માખી આવે છે ત્યારે ઘરમાં ઝઘડો પણ થાય છે. આ માખીઓથી છુટકારો મેળવવા માટે પોલ્ટ્રી ફાર્મ બનાવ્યું પરંતુ તેમનો વધુ લાભ મળ્યો નથી. તેના બદલે માખીનો ત્રાસ વધી ગયો છે. આ ગામમાં લોકોના ઘર જાળીદાર કપડાંથી આખા ઢંકાયેલા છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ઉત્સવ કે પ્રસંગ હોય ત્યારે તેની ઉજવણી લાઈટના ઝગમગાટ સાથે કરવામાં આવે છે પરંતુ ભગવાનપુરામાં લોકો ચારેતરફ મચ્છરદાની બાંધીને તેની ઉજવણી કરે છે. ભગવાનપુરાના લોકોનું કહેવું છે કે તેમને છેલ્લા બે વર્ષથી પોતાના ઘર ઢાંકીને રાખ્યા છે. સાથે સાથે તેઓ પોતાના પશુઓને પણ ઢાંકીને રાખે છે જેથી તેઓ માખીથી સુરક્ષિત રહી શકે. આ ગ્રામજનોએ માખીઓના ત્રાસથી મુક્ત થવા માટે સરકારમાં અનેક વખત રજુઆતો કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે સરકાર દ્વારા કોઇ પગલા નહીં લેવાની ગ્રામજનોની ફરિયાદ યથાવત છે.

આ પણ વાંચો :  ઇમરાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું?પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું 3 મહિનામાં ચૂંટણી શક્ય જ નથી!

આ પણ વાંચો :લીવ ધ ડોર ઓપને જીત્યો સોંગ ઓફ ધ યરનો એવોર્ડ

આ પણ વાંચો :દિલ્હીની સરકારી શાળાઓમાં ‘Hobby Hubs’ બનાવવામાં આવશે, ખાનગી સંસ્થાઓ પણ આ અભિયાનનો ભાગ બનશે

આ પણ વાંચો :કોંગ્રેસમાં નવું જ્ઞાતિ સમીકરણ : PKT