Ajab Gajab News/ આ મહિલાનો પગ એટલો મોટો છે કે વર્લ્ડ રેકોર્ડ બની ગયો

જણાવી દઈએ કે તાન્યા હર્બર્ટ 18 નંબરના બૂટ-ચપ્પલ પહેરે છે. તે કહે છે કે જૂતા માટે તેણે દુકાનના ચક્કર લગાવવા પડે છે કારણ કે શૂઝ આવતા નથી, તેને મંગાવીને બનાવવા પડે…

Ajab Gajab News Trending
Largest feet in World

Largest feet in World: આપણા રોજિંદા જીવનમાં એવા ઘણા લોકો છે જેઓ ક્યારેક તેમની ઊંચાઈ અથવા શરીરના અન્ય અસામાન્ય ભાગોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ જો આ લંબાઈને કારણે તે આખી દુનિયામાં ચર્ચામાં આવે છે, તો તે મજાની વાત હશે. આવી જ એક મહિલા સામે આવી છે જેણે પોતાના લાંબા પગના કારણે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ મહિલાનું નામ તાન્યા હર્બર્ટ છે અને તે યુએસએના ટેક્સાસની છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે આ મહિલા વિશે સત્તાવાર રીતે ઘણા રસપ્રદ તથ્યો શેર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુનિયામાં કોઈપણ મહિલાના પગ એટલા મોટા નથી હોતા. હર્બર્ટનો જમણો પગ આશરે 33.1 સેમી લંબાઈનો છે, જ્યારે તેનો ડાબો પગ 32.5 સેમી લંબાઈનો છે.

જણાવી દઈએ કે તાન્યા હર્બર્ટ 18 નંબરના બૂટ-ચપ્પલ પહેરે છે. તે કહે છે કે જૂતા માટે તેણે દુકાનના ચક્કર લગાવવા પડે છે કારણ કે શૂઝ આવતા નથી, તેને મંગાવીને બનાવવા પડે છે. તેણે કહ્યું કે ઘણા વર્ષો પહેલા તેના પગ રેકોર્ડ બ્રેકિંગ સાઈઝ પર પહોંચી ગયા હતા અને હવે તે વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે. પરંતુ મજાની વાત એ છે કે તેની હાઈટ પણ ઘણી સારી છે. તેની ઊંચાઈ લગભગ 6 ફૂટ 9 ઈંચ છે, જે તુર્કીની રુમેયસા ગેલ્ગીની ઊંચાઈ કરતાં માત્ર ત્રણ ઈંચ ઓછી છે, જે સૌથી ઊંચી જીવંત મહિલા છે. ગેલ્ગી 7 ફૂટ 0.7 ઇંચ ઊંચી છે. આ સમયે તેણે કહ્યું કે મારા માતા-પિતાએ હંમેશા મને પ્રોત્સાહિત કરી છે અને અમે બધા આ રેકોર્ડથી ખુશ છીએ.

આ પણ વાંચો: Instagram/ઈન્સ્ટાગ્રામ પર છવાયો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બન્યો 50 કરોડ ફોલોવર્સ ધરાવતો