મંતવ્ય વિશેષ/ એક ક્લિકમાં જાણો iPhoneની શાનદાર સફર

આજના આ અહેવાલ માં જેની એપલ અને આઈફોનની સપૂર્ણ કહાની અને આવતી કાલે લોન્ચ થતાં આઈફોન 15 ની ખાસિયતો વિષે

Mantavya Exclusive Mantavya Vishesh
Untitled 27 એક ક્લિકમાં જાણો iPhoneની શાનદાર સફર
  • દુનિયામાં 230 કરોડથી વધુ iPhone વેચાયા
  • એપલ અને આઈફોનની સપૂર્ણ કહાની
  • 12 સપ્ટેમ્બરે લોન્ચ થશે iPhone 15
  • 2023માં Appleનું માર્કેટ કેપ 2.3 ટ્રિલિયન

2004-2005ની વાત છે. એપલ કંપનીના કર્મચારીઓએ એક વિચિત્ર વસ્તુ નોટિસ કરી. તેમની સાથે કામ કરતા કેટલાક લોકો ગાયબ થઈ રહ્યા હતા. તેમાંના મોટાભાગના એન્જિનિયરો હતા જે તેમના કામમાં નિષ્ણાત હતા. તેઓ ક્યાં જઈ રહ્યા છે તેવું કોઈ કહેવાની સ્થિતિમાં નહોતા. અઢી વર્ષ પછી, તેમના ગુમ થવાનું પરિણામ બહાર આવ્યું-iPhone.

એપલે શ્રેષ્ઠ એન્જિનિયરોની પસંદગી કરી હતી અને તેમને તમામ સુવિધાઓ સાથે સીલબંધ લેબમાં બંધ કરી દીધા હતા. લગભગ અઢી વર્ષની મહેનત પછી તેમણે દુનિયાનો સૌથી આધુનિક મોબાઈલ તૈયાર કર્યો. 2007માં સ્ટીવ જોબ્સે તેને લોન્ચ કરતાની સાથે જ મોબાઈલની વ્યાખ્યા બદલાઈ ગઈ. અત્યંત મોંઘા હોવા છતાં દુનિયામાં અત્યાર સુધીમાં 230 કરોડથી વધુ iPhone વેચાઈ ચૂક્યા છે. iPhone 15 આવતીકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહ્યો છે.

આ તે સમયથી છે જ્યારે એક કોમ્પ્યુટર 6  રેફ્રિજરેટર્સ જેટલું હતું. આ વાત સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક નામના બે મિત્રોને ખટકતી હતી. સ્ટીવના ગેરેજમાં બંનેએ એવું કોમ્પેક્ટ કોમ્પ્યુટર બનાવવાનું શરૂ કર્યું જેને લોકો સરળતાથી પોતાના ઘર કે ઓફિસમાં રાખી શકે. બંનેની મહેનત રંગ લાવી અને 1 એપ્રિલ, 1976ના રોજ એપલ-1 લોન્ચ કરવામાં આવ્યું. તે સમયે તેમાં ન તો મૉનિટર હતું, ન કીબોર્ડે ન નબોક્સ..

1978માં Apple-2ના લોન્ચથી કૉમ્પ્યુટર ઉદ્યોગમાં ક્રાંતિ આવી, ધીમે ધીમે બીજા કૉમ્પ્યુટરની સાઇઝ પણ નાની થવા લાગી, એપલનો પાયો ઈનોવેશન પર આધારિત હતો, આનો લાભ પણ મળ્યો. કંપનીનું વેચાણ 2 વર્ષમાં 15 ગણું વધીને 17 મિલિયન ડોલર થયું છે.

2004માં સ્ટીવ જોબ્સને મોબાઈલ ફોન બનાવવાનો આઈડિયા આવ્યો જેની તે સમયે કોઈએ કલ્પના પણ કરી ન હતી. તે યુગના નવીનતમ મોબાઇલ હતા.

  • NOKIA
  • BlackBerry 7100t
  • Nokia 7610
  • Palm Tren 650

સ્ટીવ જોબ્સે પોતાના પ્રોજેક્ટનું નામ ‘પર્પલ’ રાખ્યું હતું. તે સમયે, ઉદ્યોગના સૌથી સક્ષમ અને જુસ્સાદાર ઈજનેરોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્યુપરટિનોમાં એક બિલ્ડિંગ લેવામાં આવી હતી. અહીં સીલબંધ લેખ તૈયાર કરવામાં આવી હતી. તેની બારીઓ અને દરવાજા હંમેશાં બંધ રહેતાં. આ લેબને પર્પલ ડોર્મ તરીકે ઓળખવામાં આવી કારણ કે તેમાં 24 કલાક કામ થતું હતું. લોકો અહીં જ ખાતા અને સૂતા હતા. એક વર્ષની મહેનત પછી જાન્યુઆરી 2007માં સ્ટીવ જોબ્સ સાન ફ્રાન્સિસ્કોના મોસ્કોન સેન્ટરમાં દુનિયાનો પહેલો આઇકોન લોન્ચ કર્યો. 9 જાન્યુઆરી, 2007ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં મેકવર્ડ કોન્ફરન્સનો સ્ટેજ, સ્ટીવ જોબ્સનો iPhone લોન્ચ એ ટેક્ ઉદ્યોગના ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણ બની ગઇ. સ્ટીલે લગભગ એક કલાકમાં તેના લેટેસ્ટ જાદુઇ ઉપકરણ એટલે કે iPhone વિશે સમજાવ્યું. તેમણે એવાં લક્ષણો બતાવ્યાં કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે સંપૂર્ણપણે ટચસ્ક્રીન ઉપકરણ હતું. જેણે 3.5 ઈંચની મોટી ડિસ્પ્લે આપી. 2 મેગા પિક્સેલ કેમેરા અને 8 જીબી સુધીની સ્ટોરેજ ક્ષમતા હતી. મ્યુઝિક અને વીડિયોના અનુભવ આગલા સ્તરના હતા. ઘણા કોલ એકસાથે મર્જ કરી શકાતા હતા.

ન્યૂયોર્ક ટાઈમ્સ અખબાર વાંચી શકાતું હતું. સ્ટીવ જોબ્સની જાહેરાત બાદ તેને લોન્ચ કરવામાં 6 મહિના લાગ્યા હતા. તેની કિંમત 499 ડોલર રાખવામાં આવી હતી.આટલો મોંઘો હોવા છતાં 1 સપ્તાહમાં 2.5 લાખ iPhone વેચાયા. 1મહિનામાં આંકડો 10 લાખને પાર કરી ગયો.

2018માં એપલની 60% રેવન્યુ આઈફોનથી આવી હતી, જે હાલમાં ઘટીને લગભગ 50% થઈ ગઈ છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 230 કરોડથી વધુ iPhone વેચાઇ ચૂકયા છે. નોંધનિય છે કે  9 સપ્ટેમ્બર, 2023 સુધીમાં Appleનું માર્કેટ કેપ 2.3 ટ્રિલિયન છે. ચીનમાં આઇફોન પર પ્રતિબંધના સમાચારો વચ્ચે તેમાં ઘટાડો થયો છે.

એપલ ચારેય બજારમાં હાજર પ્રોડક્ટ્સ સાથે સ્પર્ધા નથી કરતું, પરંતુ પોતાની નવીન પ્રોડક્ટ્સ લાવવામાં માને છે. જેમ કે ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર 1973માં જ બન્યું હતું, જ્યારે Apple-1  1976માં આવ્યું હતું. આ હોવા છતાં, ડિઝાઇન, ઑપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન અપગ્રેડ થતી રહી અને કમ્પ્યુટર ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી બન્યા. એપલે એમપી-૩ પ્લેયર્સ નથી બનાવ્યા, પરંતુ નવીન ડિઝાઇન, સરળ ડાઉનલોડિંગ અને સૉફ્ટવેરની ઇકોસિસ્ટમ બનાવીને એક દાયકાથી પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર ઉદ્યોગ પર રાજ કરી રહ્યું છે. એપલ પહેલો સ્માર્ટફોન નથી લાવ્યું, પરંતુ જ્યારે iPhone આવ્યો તો તે અન્ય સ્માર્ટફોન કરતા આગળ હતો. હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન એપલની પોતાની છે. એપલની સૌથી ખાસ વાત તેની ડિઝાઇન છે. સ્ટીવ જોબ્સે એપલના ડીએનએમાં ડિઝાઇનને એવી રીતે વણાવી છે કે તે દરેક પ્રોડક્ટમાં સ્પષ્ટપણે દેખાય છે.

Appleમાં સેંકડો વિશેષ ટીમો છે, જેમાં ડઝનબંધ ટીમો માત્ર એક પ્રોડક્ટના એક ફિચર પર રિસર્ચ કરે છે. જેમ… 2009માં એપલના કેમેરા ટેક્નોલોજીના ચીફ સાયન્ટિસ્ટ પોલ દુબલ આઈફોનનું પોટ્રેટ ફિચર ડેવલપ કરી રહ્યા હતા, તે સમયે માત્ર મોંઘા અને સિંગલ લેન્સ કેમેરા જ આવા ફોટો લઈ શકતા હતા. પોટ્રેટ મોડને સમજવા માટે વિશ્વના શ્રેષ્ઠ ફોટોગ્રાફર્સ પાસેથી પોટ્રેટ ફોટા મંગાવવામાં આવ્યા હતા. એન્જિનિયરોની ટીમ તેમને નજીકથી સમજતી હતી. અલ્ગોરિધમ બનાવવામાં આવ્યું હતું. પોટ્રેટ મોડ સાથે ડ્યુઅલ લેન્સ કેમેરા લોન્ચ કરવાની યોજનામાં તેની પાછળ 40 નિષ્ણાત ટીમો તહેનાત કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે- સિલિકોન કિઝાઇન, કેમેરા સોફ્ટવેર, વિશ્વસનીયતા એન્જિનિયરિંગ, મોશન સેન્સર હાર્ડવેર, વીડિયો એન્જિનિયરિંગ, કોર મોશન અને કેમેરા સેન્સર ડિઝાઇન કેલિફોર્નિયામાં એપલ પાર્ક ઉપરથી જૉવામાં આવે તો ફૂટબોલ સ્ટેડિયમ જેવું લાગે છે. 175 એકરમાં ફેલાયેલી એપલ બિલ્ડિંગમાં ઘણા રૂમમાં કાળા કાચ પડદા છે અને કેટલાક રૂમોમાં બારી પણ નથી. આને લોકડાઉન રૂમ કહેવામાં આવે છે. આ રૂમોમાંથી કોઈ માહિતી બહાર આવતી નથી. ડસ્ટબીન પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવે છે. નવા કર્મચારીની ભરતી કરના પહેલાં તેની ભૂમિકા ક્લિયર કરવામાં આવતી નથી. ઈન્ટરવ્યૂના ઘણા રાઉન્ડ પછી, ઉમેદવારોને ડમી  હોદ્દા માટે રાખવામાં આવે છે.

કંપનીમાં દરેક પ્રોડક્ટ માટે કોડ નેમ ડોય છે. વિશેષ ટીમોમાં કામ કરતા કર્મચારીઓ તેઓ શું કામ કરી રહ્યા છે તે અન્ય લોકોને કહી શકતા નથી, એપલના આંતરિક મેઈલ કોમ્યુનિકેશનમાં પણ વ્યાકરણ અને પંક્ચ્યુએશન સંબંધિત ફેરફારો કરવામાં આવે છે. એટલે કે દરેક ડૉક્યુમેન્ટ અને કૉમ્યુનિકેશન ભાષામાં થોડો તફાવત્ત છે. જેથી કરીને કોઈપણ માહિતી લીંક થાય તો તેને ટ્રેક કરી શકાય છે.

આવતી કાલે IPHONE 15 લોન્ચ થઈ રહ્યો છે અને જો તમે Appleની iPhone 15 સીરિઝ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તવમાં આવતીકાલે કંપનીની ‘વંડરલસ્ટ’ ઇવેન્ટ છે જેમાં Apple iPhone 15 સીરીઝ સિવાય અન્ય ગેજેટ્સ લોન્ચ કરશે. આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. તમે કંપનીની યુટ્યુબ ચેનલ, ઓફિશિયલ વેબસાઈટ અને Apple ટીવી દ્વારા લોન્ચ ઈવેન્ટ જોઈ શકશો. રિપોર્ટ્સ અનુસાર, iPhone 15 સીરિઝ માટે પ્રી-ઓર્ડર શુક્રવારથી શરૂ થશે.

Apple iPhone 15 સીરિઝ હેઠળ 4 iPhone લોન્ચ કરશે જેમાં iPhone 15, 15 Plus, 15 Pro અને 15 Pro Maxનો સમાવેશ થશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે કંપની પ્રો મેક્સ વેરિઅન્ટને અલ્ટ્રા નામથી લોન્ચ કરી શકે છે. આ વખતે તમને iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં પરંપરાગત સ્ટેનલેસ સ્ટીલની જગ્યાએ હળવા વજનની ટાઇટેનિયમ ફ્રેમ જોવા મળશે. તમે બંને મોબાઈલ ફોન બ્લેક, સિલ્વર, ગ્રે અને ટાઈટેનિયમ કલરમાં ખરીદી શકશો.

આ વખતે તમને નવી સીરીઝમાં ઘણા ફેરફારો જોવા મળશે જેમાં મોટી બેટરી, બેઝ મોડલમાં 48MP કેમેરા, પ્રો મેક્સમાં પેરીસ્કોપ લેન્સ અને ફાસ્ટ ચાર્જિંગ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ વિવિધ રંગોમાં ચાર્જિંગ કેબલ તૈયાર કર્યા છે. એટલે કે આને મોડલ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે.

આઇફોન 15 સિવાય કંપની સ્માર્ટવોચ સીરીઝ 9 અને અલ્ટ્રા 2 વોચ પણ લોન્ચ કરશે. કંપની નવી વોચ સીરિઝમાં પહેલા કરતા વધુ સારા હાર્ટ રેટ સેન્સર અને U2 ચિપ આપશે.

Apple પછી હવે ચીનની કંપની Honor ભારતમાં Honor 90 લોન્ચ કરશે. તમે કંપનીની યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ ઈવેન્ટ જોઈ શકશો. Honor 90માં 66 વોટ ફાસ્ટ ચાર્જિંગ અને 200MP પ્રાથમિક કેમેરા સાથે 5000 mAh બેટરી હશે. કંપની આ સ્માર્ટફોનને 2 સ્ટોરેજ વિકલ્પોમાં લોન્ચ કરી શકે છે જેમાં બેઝ મોડલની કિંમત 35,000 રૂપિયાથી શરૂ થવાની આશા છે.

આ પણ વાંચો:મુંબઈથી ગુવાહાટી જતી ફ્લાઇટમાં મહિલા સાથે છેડતી: 3 મહિનામાં 5મો કેસ

આ પણ વાંચો: 11 સપ્ટેમ્બર બેંગલુરુ બંધ :  શહેરની ટ્રાફિક પોલીસ, એરપોર્ટ ખાનગી પરિવહન હડતાલ વચ્ચે એડવાઈઝરી જારી કરી.

આ પણ વાંચો:PM મોદી આજે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે.

આ પણ વાંચો: G20 સમિટ સમાપ્ત થતાં શાહરૂખ ખાને PM મોદીને અભિનંદન આપ્યા