Not Set/ જાણો આજનું રાશિ ભવિષ્યફળ : 22/11/2018

મેષ ઘરને ઉપયોગી ચીજ વસ્તુઓમાં વધારો થશે. ભણતર બાબતે સફળતા મળે. જમવામાં સંયમ રાખવો જરૂરી છે. પિતા કે કોઈ ઉચ્ચ અધિકારીનો સહયોગ મળી શકે. ઝઘડો તમારા માટે હિત લાવી શકે છે. વૃષભ મુશ્કેલ લામ સરળતાથી મળી શકે. નવા કામનો પ્રસ્તાવ મળે. પરીક્ષામાં સફળતા મળે. કાનૂની મામલાનો ફેંસલો આવે. પ્રિયજન સાથે મુલાકાત થઇ શકે. સ્વાસ્થ્યમાં તાજગી […]

Top Stories Trending
shutterstock 758445892 જાણો આજનું રાશિ ભવિષ્યફળ : 22/11/2018

મેષ

ઘરને ઉપયોગી ચીજ વસ્તુઓમાં વધારો થશે. ભણતર બાબતે સફળતા મળે. જમવામાં સંયમ રાખવો જરૂરી છે. પિતા કે કોઈ ઉચ્ચ અધિકારીનો સહયોગ મળી શકે. ઝઘડો તમારા માટે હિત લાવી શકે છે.

વૃષભ

મુશ્કેલ લામ સરળતાથી મળી શકે. નવા કામનો પ્રસ્તાવ મળે. પરીક્ષામાં સફળતા મળે. કાનૂની મામલાનો ફેંસલો આવે. પ્રિયજન સાથે મુલાકાત થઇ શકે. સ્વાસ્થ્યમાં તાજગી રહે.

મિથુન

તાત્કાલિક લાભની જગ્યાએ ભવિષ્યનું પરિણામ વિચારીને આગળ વધવું. પરિવાર સાથે ફરવાનો કાર્યક્રમ બને. ઉચ્ચ ભણતર માટે વિદેશ જવાનું થાય. સ્વાસ્થ્ય સારું રહે.

કર્ક

જુના દૂર થયેલા મિત્રોને મળવાનું થાય. ચર્ચાઓમાં સફળતા મળી શકે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળે. લેખન અને કળા સાથે સંકળાયેલા લોકોને સમ્માન મળે. લાભદાયી કર્યો મળી શકે છે.

સિંહ

મનમાં ને મનમાં કોઈ વાતને લઈને ચિંતા રહે. વિરોધનો સામનો કરવો પડે. સુખ-સુવિધાના સાધનો પર ખર્ચ થઇ શકે. પ્રિયજન સાથે મુલાકાત સુખદ રહે.

કન્યા

કામ પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવી પડે. ઉતાવળમાં કરેલ  કામને લીધે કામ બગડી શકે છે. ચાલી રહેલા કામ અટકી શકે છે. જીવનસાથીનો સહયોગ મળે. કામની શોધનો અંત આવે.

તુલા

રાજનૈતિક ઇરછા પૂરી થાય. ગીફ્ટ અથવા કોઈ સમ્માન મળે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળે. શાસન સત્તાનો સાથ મળે. પેટના રોગ અને ચામડીના રોગની પીડા રહે.

વૃશ્ચિક

ભાવુક થઈને ખોટા નિર્ણય લઇ લ્યો. નવા કામ શરુ કરવાને બદલે જે કામ ચાલી રહ્યું છે તેને જ સાચવો. દુવિધાની પરિસ્થિતિમાં અનુભવી લોકોની મદદ લો. રાહત રહે.

ધન

લગ્નેતર સંબંધોમાં  મીઠાશ વધે. ખોટું બોલીને મુશ્કેલીમાં મુકાઇ જાઓ. ગુસ્સાની જગ્યાએ વાતચીતથી ઝઘડાનું નિરાકરણ લાવવું. ધર્મ-કર્મમાં રૂચી રહે. નવો રોજગાર મળે.

મકર

બીજાના વિશે દખલ અંદાજી ન કરવી. ખર્ચમાં કાપ કરવાથી પ્રિયજન નારાજ રહે. આવક-ખર્ચમાં સંતુલન બનાવી રાખો. ધર્મ-કર્મમાં આસ્થા વધે.

કુંભ

સુખના સાધનો પર ખર્ચ થાય. મજબુત નિર્ણયથી મુશ્કેલ કામ પણ સરળતાથી થઇ જાય. જરૂરિયાતને મદદ કરવાથી ખુશી મળે. પોતાની ભાવનાઓ પર ધ્યાન આપવું.

મીન

આકસ્મિક લાભ થઇ શકે. અનુસંધાન સાથે સંકળાયેલા લોકોની પ્રગતી થાય. ઘર-મકાન અને વાહન ખરીદવાનું મન લાગે. મગજની જગ્યાએ દિલથી કામ લેવું. સમય અનુકુળ રહે. કાર્યમાં સફળતા મળે.