IND vs ENG/ કોહલીની વિરાટ સેનાએ ઈંગ્લેન્ડને હરાવી વનડે સિરીઝ પણ કરી કબ્ઝે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આજે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાઇ હતી..

Top Stories Sports
Mantavya 131 કોહલીની વિરાટ સેનાએ ઈંગ્લેન્ડને હરાવી વનડે સિરીઝ પણ કરી કબ્ઝે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આજે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાઇ હતી, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ વિરુદ્ધ 330 રનનો પહાડ બરોબર સ્કોર મુકી દીધો હતો. આ ટાર્ગેટથી ઈંગ્લેન્ડની ટીમ થોડી દૂર રહી ગઇ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી સિરીઝ પોતાને નામે કરી દીધી છે. ઈંગ્લેન્ડની ટીમ 322/9 રન બનાવી શકી હતી. ભારતે આ મેચને 7 રનથી જીતી લીધી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય સિરીઝ આજે પુણેનાં મેદાન પર રમાયેલી અંતિમ વનડે મેચ સાથે પૂર્ણ થઈ હતી. ટેસ્ટ અને ટી 20 સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમે વનડે સિરીઝમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને 3 મેચની સિરીઝમાં 2-1થી જીત મેળવીને ઈંગ્લેન્ડનાં સૂપડા સાફ કરી દીધા હતા. ટોસનાં મામલામાં કેપ્ટન વિરાટ કોહલીનું નસીબ ઘણુ ખરાબ રહ્યુ હતુ, પરંતુ જ્યારે મેચનાં પરિણામની વાત આવે ત્યારે ભારતીય ટીમ નિર્ણયો તેની તરફેણમાં મેળવવામાં સફળ રહી શકી હતી. વન ડે સિરીઝની પહેલી મેચમાં હારનાર ઈંગ્લેન્ડે બીજી મેચમાં જબરદસ્ત વાપસી કરી હતી અને 43.3 ઓવરમાં 337 રનનો ટાર્ગેટ મેળવી સિરીઝને 1-1 થી બરોબરી કરી લીધી હતી. આવી સ્થિતિમાં, રવિવારે રમાયેલી સિરીઝની અંતિમ મેચ ફાઇનલ બની હતી. ટોસ હાર્યા બાદ ભારતીય ટીમને ફરી એકવાર બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું, વિરાટ સેનાએ શિખર ધવન (67), હાર્દિક પંડ્યા (64) અને રિષભ પંત(78)ની અડધી સદીની ઇનિંગની મદદથી 48.2 ઓવરમાં 329 રન બનાવ્યા હતા.

આ છે વિનિંગ મોમેન્ટ

ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ પહેલી બે મેચોનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન આ મેચમાં પણ કર્યો હતો, પરંતુ તેઓ આ મેચમાં આ તોફાની બેટિંગ બતાવી શક્યા નહોતા. ટીમ ઈન્ડિયાનાં ઝડપી બોલરો ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરે ભારતીય ટીમ માટે જોરદાર બોલિંગ કરી અને મહત્વપૂર્ણ સમયે ભારત માટે વિકેટ ઝડપીને ટીમને જીત અપાવવામાં સફળ રહ્યા. 330 રનોના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમની શરૂઆતમાં ખાસ રહી નહોતી અને તેના બન્ને ઓપનર જેસન રોય (14) અને જોની બેયરસ્ટો (1) એ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ભુવનેશ્વર કુમારે બન્ને વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બેન સ્ટોક્સે (35) પોતાને મળેલા જીવનદાનનાં કારણે ડેવિડ મલાન (50) ની સાથે 54 રનની ભાગીદારી કરી હતી. અહીં નટરાજને સ્ટોક્સની વિકેટ ઝડપી અને ભારતની વાપસી કરાવી હતી. વળી શાર્દુલ ઠાકુરે જોસ બટલર (14) ને આઉટ કરીને ઈંગ્લેન્ડને ચોથો ફટકો આપ્યો હતો. અહીંથી ડેવિડ મલાને લિવિંગ લીમસ્ટોન (36) ની સાથે ફરીથી ઇનિંગ્સને સંભાળતા 60 રનની ભાગીદારી કરી હતી પરંતુ ઠાકુરે મલાનની વિકેટ સાથે આ ખતરનાક ભાગીદારી તોડી નાખી હતી. શાર્દુલે આદિલ રશીદ (19) ની વિકેટ લીધી હતી અને ભુવનેશ્વર કુમારે મોઇન અલી (29) ને પરત મોકલ્યો હતો. સેમ કરને અંતિમ ઓવર સુધી તાબડતોડ બેટિંગ કરી હતી અને ઈંગ્લેન્ડને જીતની આશા અંત સુધી બતાવી હતી. તેણે અંત સુધી હાર ન માનતા તોફાની 95 રન બનાવી દીધા હતા. ઈંગ્લેન્ડને અંતિમ 4 બોલમાં 12 રન  બનાવવાનાં હતા, ત્યારે સેમ કરન સ્ટ્રાઇક પર હતો અને નોન-સ્ટ્રાઇક પર ટોપ્લી હતો. સેમ કરને અંતિમ સુધી પ્રયત્ન કર્યો પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહતો. 

Mantavya 135 કોહલીની વિરાટ સેનાએ ઈંગ્લેન્ડને હરાવી વનડે સિરીઝ પણ કરી કબ્ઝે

ઈંગ્લેન્ડ તરફથી સેમ કરને જે બેટિંગ કરી બતાવી તે જોતા ઈંગ્લેન્ડનાં ખેલાડીઓમાં જીતની એક આશા બંધાઇ ગઇ હતી. એક સમય એવો પણ આવ્યો હતો કે તેની તાબડતોડ બેટિંગ જોતા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીને પરસેવો છુટી ગયો હતો. મેચમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડીંગની પણ પોલ ખુલી ગઇ હતી. કેચ પકડવામાં પણ ખેલાડીઓ કાચા સાબિત થઇ રહ્યા હતા. ભારતે ત્રીજી મેચ 7 રને જીતી અને સિરીઝ 2-1થી જીતી લીધીછે. ઈંગ્લેન્ડની ટીમ નવ વિકેટ ગુમાવ્યા બાદ 322 રન બનાવી શકી હતી. ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 330 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એકવાર ફરી કોહલીની વિરાટ સેનાએ ઈંગ્લેન્ડને હરાવી વનડે સિરીઝ પણ પોતાના નામે કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભારતે સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું હતું. આ પછી, ઈંગ્લેન્ડે બીજી મેચમાં વાપસી કરી હતી અને કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને 6 વિકેટે હરાવી હતી. જ્યારે આ અંતિમ અને નિર્ણાયક મેચ ખૂબ જ રોમાંચથી ભરેલી રહી હતી. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 330 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે આ ટાર્ગેટને મેળવવા માટે ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ ખૂબ મહેનત કરી હતી, પરંતુ થોડા માટે તેઓ રહી ગયા હતા અને ઈન્ડિયાએ આ મેચની સાથે સિરીઝને પોતાના કબ્ઝે કરી લીધી હતી.

Mantavya 137 કોહલીની વિરાટ સેનાએ ઈંગ્લેન્ડને હરાવી વનડે સિરીઝ પણ કરી કબ્ઝે

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડે શુક્રવારે સિરીઝમાં પરત ફરતા કુલ 20 સિક્સર ફટકારી હતી અને ભારતને હરાવી સિરીઝમાં 1-1 ની બરોબરી કરી હતી. શુક્રવારે બંને ટીમો દ્વારા કુલ 34 છક્કા ફટકારવામાં આવ્યા હતા. પહેલા બેટિંગ કરતા ભારતે 336 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બેટ્સમેનોએ કુલ 14 છક્કા ફટકાર્યા ત્યારે ઇંગ્લેન્ડની ટીમે લક્ષ્યનો પીછો કરતાં વધુ સારી રમત દર્શાવી અને કુલ 20 છક્કા સાથે ભારતને હારનો સ્વાદ ચખાડ્યો હતો. તેમાંથી 10 બેન સ્ટોકસ અને સાત જોની બેયરસ્ટો દ્વારા સિક્સર ફટકારવામાં આવી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડને 3-1થી પરાજિત કર્યું હતું. ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમે ટી-20 સિરીઝ પણ પોતાના નામે કરી હતી. ત્યારે હવે વન-ડે સિરીઝ પણ પોતાના નામે કરી પોતાનો દમખમ બતાવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ