KK Death/ ગાયક કલાકાર કેકેના મોત મામલે કોલકાતા પોલીસે નોંધ્યો કેસ,જાણો કેમ!

સિંગર કેકેના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે.ગાયક કલાકાર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે.

Top Stories Entertainment
4 ગાયક કલાકાર કેકેના મોત મામલે કોલકાતા પોલીસે નોંધ્યો કેસ,જાણો કેમ!

સિંગર કેકેના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે.ગાયક કલાકાર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે. તેમના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ કેકેના મૃત્યુના સંબંધમાં આયોજકો અને હોટલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુદાસ મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અને આ ફેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું – ઉત્કર્ષ 2022. કાર્યક્રમનું આયોજન નઝરૂલ મંચમાં કરવામાં આવ્યું હતું.

ગાયક કેકેના પરિવારના સભ્યો આજે કોલકાતા આવી રહ્યા છે. . ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે સંગીતકારનું મૃત્યુ શારીરિક બિમારીને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર.