નિવેદન/ પોતાના બાળકોને ધર્મને લઈને ટ્રોલ કરવા પર આ ખાસ વ્યક્તિનું સામે આવ્યું મોટું નિવેદન, આપી આ પ્રતિક્રિયા

ફરાહ ખાન માટે ટ્રોલની કોઈ કમી નથી. આ વીડિયોની શરૂઆતમાં ફરાહ ખાન કહે છે કે, ‘જેની પાસે હાથમાં ફોન છે તે પોતાને ફિલ્મ વિવેચક માને છે…’

Entertainment
ટ્રોલ

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન ફરી એકવાર પોતાનો ટોક શો લઈને આવ્યો છે. જેનું નામ ‘પિંચ’ છે. આ શોમાં મોટા કલાકારોને બોલાવવામાં આવે છે. વળી, ટ્રોલ્સ તેઓ વિષે શું વાત કરે છે તેના વિષે ચર્ચા કરવામાં આવે છે. આ વખતે ફરાહ ખાન શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે અને આ એન્ટ્રી ધમાલ મચાવી રહી છે. આનું એક ટીઝર પણ બહાર પાડવામાં આવ્યું છે. ફરાહ ખાન માટે ટ્રોલની કોઈ કમી નથી. આ વીડિયોની શરૂઆતમાં ફરાહ ખાન કહે છે કે, ‘જેની પાસે હાથમાં ફોન છે તે પોતાને ફિલ્મ વિવેચક માને છે.’ આ દરમિયાન તેણે ફિલ્મ ‘તીસ માર ખાન’ દરમિયાન થયેલી ટીકા વિશે પણ વાત કરી હતી.

આ પણ વાંચો:મિત્રનો દાવો – શિલ્પા શેટ્ટી તેના પતિને છોડીને અલગ રહેવાનું વિચારી રહી છે

શો દરમિયાન જ ફરાહ ખાને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સની કોમેન્ટ વાંચી હતી. આ દરમિયાન, એક યુઝર્સેએ ટિપ્પણી કરી અને લખ્યું, ‘જાડીના બાળકો આટલા સૂકા કેમ છે?’ ટ્રોલરની આ ટિપ્પણીનો જવાબ આપતા ફરાહ ખાન કહે છે, ‘સાંભળ, તું તારા બાળકોને સંભાળ, હું મારા બાળકોની સંભાળ રાખીશ.’

a 434 પોતાના બાળકોને ધર્મને લઈને ટ્રોલ કરવા પર આ ખાસ વ્યક્તિનું સામે આવ્યું મોટું નિવેદન, આપી આ પ્રતિક્રિયા

ફિલ્મ નિર્માતા ફરાહ ખાન કહે છે કે ભલે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવામાં કોઈ વાંધો ન હોય, પણ જ્યારે કોઈ પણ તહેવાર દરમિયાન તેના બાળકોને ટ્રોલ કરવામાં આવે ત્યારે તેને ખરાબ લાગે છે.

આ પણ વાંચો:અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝની મની લોન્ડરિંગ મામલે ઇડી કરી રહી છે પુછતાછ

ફરાહે કહ્યું કે આ પ્રશ્ન ખરેખર મને પરેશાન કરે છે, મારા બાળકો હિન્દુ છે કે મુસ્લિમ. અગાઉ હું દિવાળી અને ઈદ પર મારા બાળકોની તસવીરો પોસ્ટ કરતી હતી, મેં આમ કરવાનું બંધ કરી દીધું છે. હું ધાર્મિક તહેવારો દરમિયાન ફોટા પોસ્ટ કરતી નથી. ફરાહે જણાવ્યું કે કેવી રીતે તેના બાળકોને તેમની ધાર્મિક માન્યતાઓ માટે ટ્રોલ કરવામાં આવ્યા છે.

a 435 પોતાના બાળકોને ધર્મને લઈને ટ્રોલ કરવા પર આ ખાસ વ્યક્તિનું સામે આવ્યું મોટું નિવેદન, આપી આ પ્રતિક્રિયા

ફિલ્મ તીસ માર ખાનને હજુ પણ ટ્રોલ કરવામાં આવે છે તેના પર, તેણે કહ્યું કે ઘણા લોકોએ ખરાબ ફિલ્મો કરી છે, લોકોએ ખૂબ ખરાબ વસ્તુઓ કરી છે, અને તમે હજુ પણ ત્યાં અટવાયેલા છો.

આ પણ વાંચો:શિલ્પા શેટ્ટીએ ગીતા કપૂર અને ફરાહ ખાન સાથે સ્ટેજ પર લગાવ્યા ઠુમકા, વાયરલ થયો વીડિયો

ફરાહે કહ્યું કે જો તે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર “હેલો” લખે તો પણ ટ્રોલર્સ કહે છે, ‘નમસ્તે નહીં બોલ, સલામ નહીં બોલ.’. ફરાહ ખાનનું કહેવું છે કે તે ટ્રોલર્સને ગંભીરતાથી લેતી નથી. ભત્રીજાવાદના મુદ્દે તેણે કહ્યું કે ભત્રીજાવાદની વાત કર્યા પછી પણ તમને શાહરુખની દીકરી કે કરીનાના દીકરાની તસવીરો જોવી ગમે છે.

ચેટ શોના સંપૂર્ણ એપિસોડ 1 સપ્ટેમ્બરના રોજ ક્યૂપ્લે y ની YouTube ચેનલ ZEE5 અને My FM પર રિલીઝ થશે.

કોણ છે ફરાહ ખાન

ફરાહ ખાન એક ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને કોરિયોગ્રાફર છે. તેમણે 100 થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યા છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેની માતાનું નામ મેનકા છે, જે પટકથા લેખક હની ઈરાનીની બહેન છે. ફરાહે પોતાનું સ્કૂલિંગ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી કર્યું હતું. તેણે 2004 માં શિરીષ કુંડૂર સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો છે. શિરીષ ફિલ્મ ‘મૈં હુ ના’ ના ફિલ્મ સંપાદક અને ફિલ્મ ‘જોકર’ ના દિગ્દર્શક હતા. તેમને 5 વખત ફિલ્મફેર બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેની પહેલી ફિલ્મ ‘મૈં હુ ના’ હતી, જેમાં શાહરૂખ મુખ્ય ભૂમિકામાં હતો.

આ પણ વાંચો:આ કલાકારોએ કૃષ્ણ બનીને રાતોરાત બન્યા લોકપ્રિય, સાચા કૃષ્ણ માનીને લોકો કરતા પૂજા

આ પણ વાંચો: જન્માષ્ટમી પર પ્રભાસે ચાહકોને આપી ખાસ ભેટ, આગામી ફિલ્મનું પોસ્ટર આવ્યું સામે