Viral Video/ જંગલી ભૂંડને જીવતું ચાવી ગયો ‘કોમોડો ડ્રેગન’ , વીડિયો જોઈને તમારી આત્મા કંપી જશે

કોમોડો ડ્રેગન જે દેખાય છે તેના કરતા વધુ ખતરનાક છે. આ વીડિયો જોઈને તમને તેના ડરનો અંદાજ આવી જશે.

Trending Videos
Viral Video

તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે જેમાં એક હિંસક પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય છે. સિંહને જ જોઈ લો, તે જંગલના કોઈપણ પ્રાણીને મારી શકે છે અને ખાઈ શકે છે. મતલબ તમે સિંહ-વાઘને અન્ય પ્રાણીઓ ખાતા જોયા જ હશે. પરંતુ આજે અમે તમને જે વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ તે જોઈને તમારો આત્મા કંપી જશે. આવો શિકાર કરતો વિડીયો તમે ક્યારેય નહિ જોયો હોય. ના તો તમે ક્યારેય આ પ્રાણીને જોયું હશે. હાલમાં આ વન્યજીવોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 ડુક્કરને જીવતો ચાવવા લાગ્યો કોમોડો ડ્રેગન

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિકરાળ પ્રાણી પોતાના શિકારને જીવતો ચાવે છે. આ વીડિયોમાં રાક્ષસ જેવું દેખાતું પ્રાણી કોમોડો ડ્રેગન છે, જે જોવામાં એકદમ ખતરનાક લાગે છે. આ પ્રાણી જીવતા ડુક્કરને મોઢામાં દબાવીને જીવતું ચાવવાનું શરુ કરી દે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે  ડુક્કરના શરીરનો અડધો ભાગ ડ્રેગનના મોઢામાં છે અને તે તેને ચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન  ડ્રેગનના મોંની પકડ થોડી ઢીલી પડતાં જ ડુક્કર તેના મોંમાંથી બહાર નીકળીને નીચે પડી જાય છે.  ડુક્કર ઊભો થાય છે અને ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ કરી શકતો નથી. જે પછી ડ્રેગન ફરી એકવાર ડુક્કર પર હુમલો કરે છે અને તેને ફરીથી તેના મોંમાં નાખે છે.

કોમોડો ડ્રેગન ગરોળી જેવું ખતરનાક પ્રાણી છે. તે ગરોળીનું માત્ર એક મોટું સ્વરૂપ છે. એવું કહેવાય છે કે કોમોડો ડ્રેગનની ગરદનમાં ખૂબ તાકાત છે. આ વાયરલ વીડિયો  ટ્વિટર પર @natureisfuckin4  હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે . આ વીડિયો લખાય છે ત્યાં સુધી દોઢ લાખ લોકોએ આ વીડિયો જોયો છે અને ઘણા લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો:Memes On Shahukh look/ ‘જવાન’માં શાહરૂખ ખાનના બાલ્ડ લુક પરના ફની મીમ્સ થઈ રહ્યા છે વાયરલ , જોઇને નઈ રુકે હસી

આ પણ વાંચો:Viral Video/‘આ પ્રતિભા ભારતની બહાર ન જવી જોઈએ…’, વ્યક્તિએ સ્વદેશી જુગાડ વડે ઓટોમેટિક હેન્ડપંપ બનાવ્યો