Not Set/ #DelhiAssemblyElection2020/ કુમાર વિશ્વાસે પોતાના શાયરાનાં અદંજામાં AAP પર કર્યો શાબ્દિક પ્રહાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, ચૂંટણીને કારણે રાજકીય ભાષણબાજી તીવ્ર બની રહી છે. આપ નાં રાજ્યસભાનાં સાંસદ સંજય સિંહનાં નિવેદન પર કવિ થી રાજકારણી બનેલા કુમાર વિશ્વાસે શાબ્દિક પ્રહારો કર્યા છે. તાજેતરમાં સંજયસિંહે શાહીન બાગનાં લોકોને વિરોધ પ્રદર્શન પાછું ખેંચવાની અપીલ કરી હતી. મીડિયા અહેવાલનાં જવાબમાં કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને આમ […]

Top Stories Gujarat Assembly Election 2022 India
kumar vishwas #DelhiAssemblyElection2020/ કુમાર વિશ્વાસે પોતાના શાયરાનાં અદંજામાં AAP પર કર્યો શાબ્દિક પ્રહાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, ચૂંટણીને કારણે રાજકીય ભાષણબાજી તીવ્ર બની રહી છે. આપ નાં રાજ્યસભાનાં સાંસદ સંજય સિંહનાં નિવેદન પર કવિ થી રાજકારણી બનેલા કુમાર વિશ્વાસે શાબ્દિક પ્રહારો કર્યા છે. તાજેતરમાં સંજયસિંહે શાહીન બાગનાં લોકોને વિરોધ પ્રદર્શન પાછું ખેંચવાની અપીલ કરી હતી.

મીડિયા અહેવાલનાં જવાબમાં કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે શાહીન બાગનો મામલો ‘આપ’ દ્વારા જ શરૂ કરવામાં આવ્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું, “જે ગુંડાઓ અને તેમના સાથી શરજિલ ઇમામથી શરૂ કરાવ્યું હતુ તેમને જ મોકલીને ઉઠાવી દો, કહી કોને રહ્યા છો? જ્યારે પોતાનો દાવ પોતાના ઉપર જ ઉલટો પડવા લાગ્યો ત્યારે ભાષણબાજી? ચાદર લાગી ફાટવાતો પ્રસાદ લાગ્યા વેચવા.’

Dr Kumar #DelhiAssemblyElection2020/ કુમાર વિશ્વાસે પોતાના શાયરાનાં અદંજામાં AAP પર કર્યો શાબ્દિક પ્રહાર

નોંધપાત્ર વાત એ છે કે, કુમાર વિશ્વાસ સતત AAP પર પ્રહારો કરતા રહ્યા છે, આ પહેલા પણ તેમણે કેજરીવાલ દ્વારા શાહીન બાગમાં સીએએ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનાં સંદર્ભમાં ભાજપ ‘ગંદી રાજનીતિ’ કરવાનો આરોપ લગાવવા પર ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, “તમારા ગુંડાઓને મોકલી બેસાડો તમે અને બીજા તેમને ઉભા કરે? આ સાથે તેમણે પોતાના અનોખા અંદાજમાં આમ આદમી પાર્ટીને એક્સપોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.