નવરાત્રી 2023/ નવરાત્રીનો ચોથો દિવસે કરો માં કુષ્માન્ડાની પૂજા થશે રોગોનો નાશ

અમદાવાદ નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે.

Top Stories Religious Dharma & Bhakti
fourth day of navratri

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ચોથા એટલે કે આજના દિવસે ક્યા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.

ચોથો દિવસઃ કુષ્માન્ડા સ્વરુપ

કૂષ્માંડાનો અર્થ થાય છે જેના ચરણોમાં સમગ્ર સંસાર રહેલો છે. માં આદ્યશક્તિના આ સ્વરુપમાંથી જ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું હોવાનું શાસ્ત્રો માને છે. તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ અને શોકનો નાશ થાય છે. આ સાથે જ સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

આ મંત્રના જપ સાથે કરો માં કૂષ્માંડા સ્વરુપને પ્રસન્ન

सुरासंपूर्णकलशं रुधिराप्लुतमेव च।

दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे