Not Set/ કચ્છ : નાગલપરમાં ઝેરી ઘાસચારો ખાતા 30 ગાયના મોત, 95ને બચાવી લેવાઈ

કચ્છ જિલ્લાના મોટી નાગલપર ગામની પંચાતય દ્વારા ચલાવતી ગૌશાળામાં ઝેરી ઘાસચારો ખાતા આશરે 30 ગાયોના મોત થયા છે. જ્યારે પશુ તબીબની છ ટીમ દ્વારા 95 ગાયોને બચાવી લેવાઈ છે. મૃત્યુ પામેલી ગાયોના સેમ્પલ સાંજે અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ગઇકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ ગૌશાળામાં 300 જેટલી રખડતી ગાયોને શરણ આપવામાં […]

Top Stories Gujarat Others
cow કચ્છ : નાગલપરમાં ઝેરી ઘાસચારો ખાતા 30 ગાયના મોત, 95ને બચાવી લેવાઈ

કચ્છ જિલ્લાના મોટી નાગલપર ગામની પંચાતય દ્વારા ચલાવતી ગૌશાળામાં ઝેરી ઘાસચારો ખાતા આશરે 30 ગાયોના મોત થયા છે. જ્યારે પશુ તબીબની છ ટીમ દ્વારા 95 ગાયોને બચાવી લેવાઈ છે. મૃત્યુ પામેલી ગાયોના સેમ્પલ સાંજે અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

ગઇકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ ગૌશાળામાં 300 જેટલી રખડતી ગાયોને શરણ આપવામાં આવ્યું છે. કેટલાક સેવાભાવી લોકોએ ઘાસચારો અને ભીંડા આપી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ગઇકાલે સાંજે લીલો ચારો ખાધા બાદ અચાનક ગાયો બીમાર થવા લાગી હતી અને  એક પછી એક મૃત્યુ પામવા લાગી હતી.

આ ઘટના ની જાણ થતાં ગૌરક્ષકો ગૌશાળામાં ધસી આવ્યા હતા. અને ગાયોને બચાવવાની કવાયત હાથ ધરી હતી. અને તાત્કાલિક પશુ ચિકિત્સકોને જાણ કરી હતી.  પશુ ચિકિત્સક  6 ટીમો ઘટના સ્થળે પોહચી હતી અને તાત્કાલિક ધોરણે બાકીની ગાયોને બચાવવાની કામગીરી હાથ હતી.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં સેવા નું સદ કર્યા કરવા જતાં આવી ગંભીર ઘટના બનતા, અને આટલી મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં ગૌપ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.